Skip to main content

Posts

તત્કાલીન DYSP મનોજ નીનામાને ભુજની કોર્ટે ૧ વર્ષની કેદ અને એક હજારનો દંડ ફટકારતા સનસનાટી..

ભુજના ફરિયાદી શખ્સ મોહમ્મદ ઈસ્માઈલને ભુજની સીટી પોલીસ મથકે સતત બે દિવસ બોલાવીને ઢોર મારવા સબબ તત્કાલીન DYSP અને હાલે ગુપ્તચાર વિભાગ અમદાવાદનાં SP તરીકે કામ કરતા મનોજ નીનામાને ભુજની કોર્ટે ૧ વર્ષની કેદ અને એક હજારનો દંડ ફટકારતા સનસનાટી મચી ગઈ છે. કેસની વિગત એવી છે કે વર્ષ ૨૦૦૧માં પ્રતાપસિંહ જાડેજા અને ચમન ગોર નામના બંને લોકોએ જમીન વહેચવા સંદર્ભે જાહેરાત આપી હતી. તેની સામે આ કેસનાં ફરિયાદી મોહમ્મદ ઈસ્માઈલે વાંધો લીધો હતો. આ વાંધો પાછો ખેચવા માટે ફરિયાદી ઉપર દબાણ લાવી માર મારતા IPCની કલમ ૩૨૩ હેઠળ નીનામાને દોષિત માનીને એક વર્ષની કેદ અને એક હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસ ભુજની ચીફ કોર્ટમાં એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ વી.ડી.મોઢ સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો અને ફરિયાદી પક્ષે હેમસિંહ ચૌધરી રહ્યા હતા. મનોજ નીનામા વર્ષ ૨૦૦૭માં IPS તરીકે નોમીનેટ થયા હતા. ભૂતકાળમાં નીનામાને PSI ભરતીનાં કૌભાડમાં સસ્પેન્ડ કરાયા હતા.. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blo...

ફેસબુક પર દલિત સમાજ વિરુધ અભદ્ર ટીપ્પણીના વિરોધમાં આજે કચ્છ ખાતે ઉગ્ર વિરોધ..

ફેસબુક પર મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ વિશે અભદ્ર ટીપ્પણી કરવાના મામલા મુદે આજે ભુજ તાલુકાના માધાપર ગામ ખાતે દલિત સમાજના લોકોએ કર્યો ચક્કાજામ, પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને ટોળાને વિખેરી નાખ્યું હતું. આ ઘટના ને પગલે કચ્છમાં ઠેરઠેર પોલીસ નો ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત અને 100 થી વધુ દલિત સમાજના કાર્યકરોને ડીટેઈન કરાયા.  ભુજ ના જ્યુબિલી સર્કલ ખાતે પણ ચક્કાજામ કરાયો હતો જેના લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો. દલિતોએ રોડ પર સુઈ જઈને વિરોધ દર્શાવ્યો હતો. આ ચક્કાજામને પગલે એક કિલોમીટર સુધી થયો ટ્રાફીક જામ સર્જાયો હતો. તો બીજી બાજુ આ વિરોધ ને પગલે 4 જેટલી એમ્બ્યુલન્સ અટવાઈ હતી જેથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ભુજની ભાગોળે ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગતા દોડધામ..

ભુજના ભગવતી હાઇવે પર ઘાસ ભરેલા ટ્રક માં લાગી આગ, ઘાસ ભરેલી ટ્રક વિજવાયર સાથે સંપર્કમાં આવતા સ્પાર્ક થતા ટ્રકમા આગ લાગી હતી. આગ ના પગલે ઘાસની 40 જેટલી ગાંસડીઓ અને ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગના બે ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ભુજ તાલુકાના સુખપર ખાતે મોચીરાઈ નજીક ૩ વ્યક્તિઓ પર હુમલો..

જાણવા મળતી માહિતી અનુસાર સુખપર ના મોચીરાઈ નજીક 3 વ્યક્તિ પર હિંસક હુમલો થયો હતો. પ્રાથમિક વિગતો અનુસાર જૂની અદાવત ને લઈને ધોકા અને લાકડી વડે આ હિંસક હુમલો કરાયો હતો. આ હુમલામાં સુખપર પ્રવીણ પ્રેમજી વાઘજીયાણી ઉ.વ. ૩૦, કાનજી રામજી વાઘજીયાણી ઉ.વ. ૬૦ અને પ્રેમજી રામજી વાઘજીયાણી ઉ.વ. ૫૨ ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેમને ભુજ ખાતેની જી.કે. જનરલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આરોપીઓ એ હુમલા સાથે સોનાનું મંગળસૂત્ર, પાંચ તોલા સોનાની ચેન અને 24 હજારના ઓપ્પો મોબાઇલની લૂંટ કરી આરોપીઓ નાશી છૂટ્યા હતા.. અહેવાલ અને તસ્વીર કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ, 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

કચ્છના ખાવડા બન્નીના પ્રખ્યાત માવા માં અમુક લોકો નકલી માવા વેચતા હોય તેવી રાવ ઉઠી..

ભુજ તાલુકાના ખાવડા અને બન્ની વિસ્તારમાં મોટા પાયે માવાનું ઉત્પાદન થાય છે. આ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં માવાનું ઉત્પાદન થાય છે. પરંતુ માલધારી સંગઠને આક્ષેપ કર્યા હતા કે, તેમને માવાના યોગ્ય ભાવ મળતા નથી અને વેપારીઓ કચ્છ ના અસલી માવા વેચવાને બદલે અમદાવાદ માંથી સસ્તા ભાવે મળતો નકલી માવો વેચે છે અને આ અંગે તેમણે ભુજ ખાતે માવા ના વેપારીઓને ત્યાં રજૂઆતો કરી હતી. આ અંગે ભૂજ ના માવાના વેપારી નો સંપર્ક સાધતા, તેમણે નકલી માવો વેચવાની વાત નકારી હતી અને માવા ના ભાવ ઘટ્યા છે તે વાત ને તેમણે સમર્થન આપ્યું હતું. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ક્ચ્છ માં છતી થઈ આરટીઓ અને પોલીસની બેદરકારી..

વાહનચાલકો કરે છે નિયમભંગ છતાં પોલીસ તંત્ર કરતું નથી કોઈ કાર્યવાહી.. ક્ચ્છ માં આરટીઓ અને પોલીસતંત્ર ની બેદરકારી સામે આવી છે કારણ છે પોલીસ દ્વારા નિયમોનું પાલન કરાવામાં આવતું નથી.  દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું અનિવાર્ય છે તથા ચાલુ ડ્રાઇવિંગ દરમ્યાન ફોન પર વાત ન કરવી, લાયસન્સ વગર ગાડી ન ચલાવવી, 18 વર્ષથી ઓછી ઉંમર ના બાળકોએ ગાડી ન ચલાવવી જેવા નિયમો પણ અસ્તિત્વ માં છે પરંતુ ભુજ શહેર માં વાહનચાલકોને આવા કોઈ નિયમો લાગુ જ ન પડતા હોય તેવું  લાગી રહ્યું છે કારણકે ભુજ શહેર માં મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વિના જ ગાડી ચલાવે છે. જેના કારણે દિવસે દિવસે અકસ્માત ની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્તપણે વાહનચાલકોને નિયમોનું પાલન કરાવાય છે. પરંતુ ભુજ માં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી જ કરવામાં આવતી નથી. જેના કારણે ભુજમાં પોલિસ તંત્ર ની અને આરટીઓ ની બેદરકારી છતી થઈ છે. જે ભૂલ ના કારણે અનેક અકસ્માત સર્જાય છે. માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ દરમ્યાન મોટા ઉપાડે વાહનચાલકોને ટ્રાફિક ના નિયમોની ...

ભુજમાં રાજગોર યુવક પર આવારા તત્વોએ કર્યો છરી વડે હુમલો : યુવક જી.કે. માં દાખલ..

મહેશ પંડ્યા એ આપેલી માહિતી અનુસાર રાજગોર સમાજના યુવક વિવેક રાજગોર ને તળાવ શેરી ભુજમાં આવારા તત્વો એ છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. મહેશ પંડ્યા એ વધુ વિગતો આપતા કહ્યું કે વિવેક રાજગોર જ્યાં કામ કરે છે ત્યાં એટલે કે તળાવ શેરી ખાતે પોતાની દુકાનમાં હતો. ત્યાં શેરીમાં ઘણા સમય થી અમુક આવારા તત્વો અવારનવાર મહિલાઓની છેડતી કરતા રહેતા હતા. ઘણા લોકો એ તેમને સમજાવાની કોશિસ કરી પરંતુ આ લોકો સમજ્યા નહિ. આજે એટલે કે તા. ૨૧-૪-૧૮ ના રોજ વિવેકે આ આવારા તત્વોને મહિલાઓની છેડતી કરતા રોકતા આ લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાના બીજા સાથીઓને બોલાવીને ૮ થી ૧૦ લોકો સાથે મળીને વિવેકને માર મારી ને છરી વડે હુમલો કર્યો હતો. રાજગોર સમાજના આગેવાન મહેશ પંડ્યા એ કહ્યું કે આવા વિધર્મીઓ અમારા સમાજને નિશાન બનાવી રહ્યા છે જે જરા પણ સાંખી નહિ લેવાય. તંત્ર આ બાબતે ઘટતું કરે તેવી માંગ કરાઈ હતી.. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. b...