Skip to main content

Posts

ભુજની ભાગોળે ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગતા દોડધામ..

ભુજના ભગવતી હાઇવે પર ઘાસ ભરેલા ટ્રક માં લાગી આગ, ઘાસ ભરેલી ટ્રક વિજવાયર સાથે સંપર્કમાં આવતા સ્પાર્ક થતા ટ્રકમા આગ લાગી હતી. આગ ના પગલે ઘાસની 40 જેટલી ગાંસડીઓ અને ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગના બે ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ભુજ તાલુકાના સુખપર ખાતે મોચીરાઈ નજીક ૩ વ્યક્તિઓ પર હુમલો..

જાણવા મળતી માહિતી અનુસાર સુખપર ના મોચીરાઈ નજીક 3 વ્યક્તિ પર હિંસક હુમલો થયો હતો. પ્રાથમિક વિગતો અનુસાર જૂની અદાવત ને લઈને ધોકા અને લાકડી વડે આ હિંસક હુમલો કરાયો હતો. આ હુમલામાં સુખપર પ્રવીણ પ્રેમજી વાઘજીયાણી ઉ.વ. ૩૦, કાનજી રામજી વાઘજીયાણી ઉ.વ. ૬૦ અને પ્રેમજી રામજી વાઘજીયાણી ઉ.વ. ૫૨ ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેમને ભુજ ખાતેની જી.કે. જનરલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આરોપીઓ એ હુમલા સાથે સોનાનું મંગળસૂત્ર, પાંચ તોલા સોનાની ચેન અને 24 હજારના ઓપ્પો મોબાઇલની લૂંટ કરી આરોપીઓ નાશી છૂટ્યા હતા.. અહેવાલ અને તસ્વીર કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ, 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

કચ્છના ખાવડા બન્નીના પ્રખ્યાત માવા માં અમુક લોકો નકલી માવા વેચતા હોય તેવી રાવ ઉઠી..

ભુજ તાલુકાના ખાવડા અને બન્ની વિસ્તારમાં મોટા પાયે માવાનું ઉત્પાદન થાય છે. આ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં માવાનું ઉત્પાદન થાય છે. પરંતુ માલધારી સંગઠને આક્ષેપ કર્યા હતા કે, તેમને માવાના યોગ્ય ભાવ મળતા નથી અને વેપારીઓ કચ્છ ના અસલી માવા વેચવાને બદલે અમદાવાદ માંથી સસ્તા ભાવે મળતો નકલી માવો વેચે છે અને આ અંગે તેમણે ભુજ ખાતે માવા ના વેપારીઓને ત્યાં રજૂઆતો કરી હતી. આ અંગે ભૂજ ના માવાના વેપારી નો સંપર્ક સાધતા, તેમણે નકલી માવો વેચવાની વાત નકારી હતી અને માવા ના ભાવ ઘટ્યા છે તે વાત ને તેમણે સમર્થન આપ્યું હતું. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ક્ચ્છ માં છતી થઈ આરટીઓ અને પોલીસની બેદરકારી..

વાહનચાલકો કરે છે નિયમભંગ છતાં પોલીસ તંત્ર કરતું નથી કોઈ કાર્યવાહી.. ક્ચ્છ માં આરટીઓ અને પોલીસતંત્ર ની બેદરકારી સામે આવી છે કારણ છે પોલીસ દ્વારા નિયમોનું પાલન કરાવામાં આવતું નથી.  દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું અનિવાર્ય છે તથા ચાલુ ડ્રાઇવિંગ દરમ્યાન ફોન પર વાત ન કરવી, લાયસન્સ વગર ગાડી ન ચલાવવી, 18 વર્ષથી ઓછી ઉંમર ના બાળકોએ ગાડી ન ચલાવવી જેવા નિયમો પણ અસ્તિત્વ માં છે પરંતુ ભુજ શહેર માં વાહનચાલકોને આવા કોઈ નિયમો લાગુ જ ન પડતા હોય તેવું  લાગી રહ્યું છે કારણકે ભુજ શહેર માં મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વિના જ ગાડી ચલાવે છે. જેના કારણે દિવસે દિવસે અકસ્માત ની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્તપણે વાહનચાલકોને નિયમોનું પાલન કરાવાય છે. પરંતુ ભુજ માં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી જ કરવામાં આવતી નથી. જેના કારણે ભુજમાં પોલિસ તંત્ર ની અને આરટીઓ ની બેદરકારી છતી થઈ છે. જે ભૂલ ના કારણે અનેક અકસ્માત સર્જાય છે. માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ દરમ્યાન મોટા ઉપાડે વાહનચાલકોને ટ્રાફિક ના નિયમોની ...

ભુજમાં રાજગોર યુવક પર આવારા તત્વોએ કર્યો છરી વડે હુમલો : યુવક જી.કે. માં દાખલ..

મહેશ પંડ્યા એ આપેલી માહિતી અનુસાર રાજગોર સમાજના યુવક વિવેક રાજગોર ને તળાવ શેરી ભુજમાં આવારા તત્વો એ છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. મહેશ પંડ્યા એ વધુ વિગતો આપતા કહ્યું કે વિવેક રાજગોર જ્યાં કામ કરે છે ત્યાં એટલે કે તળાવ શેરી ખાતે પોતાની દુકાનમાં હતો. ત્યાં શેરીમાં ઘણા સમય થી અમુક આવારા તત્વો અવારનવાર મહિલાઓની છેડતી કરતા રહેતા હતા. ઘણા લોકો એ તેમને સમજાવાની કોશિસ કરી પરંતુ આ લોકો સમજ્યા નહિ. આજે એટલે કે તા. ૨૧-૪-૧૮ ના રોજ વિવેકે આ આવારા તત્વોને મહિલાઓની છેડતી કરતા રોકતા આ લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાના બીજા સાથીઓને બોલાવીને ૮ થી ૧૦ લોકો સાથે મળીને વિવેકને માર મારી ને છરી વડે હુમલો કર્યો હતો. રાજગોર સમાજના આગેવાન મહેશ પંડ્યા એ કહ્યું કે આવા વિધર્મીઓ અમારા સમાજને નિશાન બનાવી રહ્યા છે જે જરા પણ સાંખી નહિ લેવાય. તંત્ર આ બાબતે ઘટતું કરે તેવી માંગ કરાઈ હતી.. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. b...

હવે ચાલુ ટ્રેનમાં મફતમાં મળશે 'રેલ નીર'..

તમારી ટ્રેનની સફર દરમિયાન, જો તમારી ટ્રેન 2 કલાક કરતા વધારે મોડી થાય તો રેલવે તમને પાણીની બોટલ ફ્રી આપશે. આ ઉપરાંત, તમામ પ્રવાસીઓને ન્યૂઝ પેપર પણ આપવામાં આવશે. બોટલ્ડ પાણી તેમજ ડિસ્પોઝેબલ ગ્લાસ પણ આપવામાં આવશે. જો કે રેલવે મંત્રાલયે પ્રીમિયમ ટ્રેનોના મુસાફરો માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે કે રાજધાની, દુરંતો અને શતાબ્દીની ટ્રેનો 2 કલાકથી વધુ વિલંબિત થાય તો દરેક પેસેન્જરને એક લિટર પાણીની દરેક બોટલ મફતમાં આપવામાં આવશે. વધુમાં, એવું કહેવામાં આવ્યું છે કે જો ટ્રેન 2 કલાકથી વધુ ચાલે તો દરેક સીટના મુસાફરોને એક લિટરની બોટલ અને અખબાર આપવામાં આવશે. પ્રીમિયમ ટ્રેનના મુસાફરોની મુસાફરી શરૂ થતાં, એક લિટર પાણી મફતમાં આપવામાં આવે છે. પરંતુ જો ટ્રેન બે કલાક મોડું થઈ જાય તો મુસાફરોને વધારાનું પાણી મળશે. રેલવે મંત્રાલયે તેના આદેશમાં જણાવ્યું છે કે જો રેલ નીયર ઉપલબ્ધ ન હોય તો કોઈ અન્ય બ્રાન્ડનું પાણી આપવામાં આવશે. આ સાથે, રેલવેએ કહ્યું છે કે જો વધારાનું પાણી અને પેપરમાં કોઈ સમસ્યા હોય તો પછી લાઇસન્સ ધરાવતા વેન્ડરને પાણી અને પેપરની કિંમત ચૂકવવી પડશે. ...

ગુજરાત રાજ્ય સરકાર ગવર્નમેન્ટ સ્કૂલમાં બાયોમેટ્રિક હાજરી કરશે ફરજિયાત..

સરકારી શાળામાં અનિયમિત રહેતા શિક્ષકોને સમયસર શાળાએ પહોંચતા કરવા માટે રાજ્ય સરકાર આગામી જૂન 2018થી બાયોમેટ્રીક હાજરી ફરજીયાત કરવા જઇ રહી છે. પરંતુ ગુજરાત રાજ્યની જ એક નગર પાલિકા સંચાલિત શાળાઓમાં આ પ્રકારની સીસ્ટમ છેલ્લાં બે વર્ષથી ચાલી રહી છે. બોટાદ નગરપાલિકા સંચાલિત શાળાઓમાં શિક્ષકોની હાજરી નિયમિત કરવા માટે 2016માં ચાર શાળાઓમાં આ પ્રકારની સીસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જેમાં સફળતા મળતા વધુ પાંચ શાળાઓમાં બાયોમેટ્રીક હાજરીની અમલવારી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ સરકારનાં વિચાર પહેલાં અમલમાં છે ત્યારે અગાઉ પણ સૌ પ્રથમ શાળાનું 2015 તેમજ 2016નું કેલેન્ડર મુઠી કઠોળથી મધ્યાહન ભોજનમાં નાસ્તારૂપે કઠોળ તેમજ રાજ્યમાં વિજ્ઞાન મેળામાં પણ બોટાદ નગરપાલિકા સંચાલિત આ શાળાઓ સિદ્ધી મેળવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૮ જુનથી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટથી હાજરી પુરવાની પદ્ધતિથી ગુલ્લીબાજ શિક્ષકોમાં અનિયમિતતા સુધારવાની વાત પહેલા બોટાદની નગરપાલિકાની શાળામાં  છેલ્લાં ૨ વર્ષથી ૯ શાળામાં ફિંગર પ્રિન્ટથી શાળાનાં શિક્ષકોમાં આવી નિયમિતતા તેમજ સી.સી.ટી.વી. કેમેરાને લઈ શિક્ષણમાં પણ ઘણો સુધ...