Skip to main content

Posts

બ્રેકીંગ ન્યુઝ - ભચાઉના શિકરા નજીક અકસ્માત, ૯નાં મોત...

ભચાઉના શિકરા નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શીકરા ગામ ના પટેલ પરીવાર ટ્રેકટર મા બેસીને લગન પ્રશંગે મામેરે  કરવા ભચાઉ જઇ રહેલ  ત્યારે ખાનગી બસ અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં  ટ્રેકટર મા સવાર 9 લોકોના મોત નિપજ્યા છે. જેમા એક બાળકનો પણ સમાવેશ છે. ઘટના મા હજુ પાંચ લોકો ઇજાગ્રસ્ત છે. અને હજી મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. ઘટના ની જાણ થતા ભચાઉ 108 સહિત પોલિસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા.

ભુજમાં શીતળા માતાજીનો મેળો ભરાયો...

ભુજના હમીરસર તળાવ ખાતે આવેલા શીતળા માતાના મંદિરે ભક્તિ ભાવ પૂર્વક આજે શીતળા તેરસની ઉજવણી કરવામાં આવી હતી.આ ધાર્મિક પ્રસંગે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.અને માં ના દર્શનનો લાભ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે , ભુજના હમીરસર તળાવ પાસે આવેલું શીતળા માતાનું મંદિર રાજાશાહી ના સમયમાં સ્થપાયેલું છે.અને આ મંદિર પૌરાણિક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે .દર વર્ષની જેમ આ વર્ષે પણ શીતળા તેરસ નિમિતે અહીંયા મેળો ભરાયો હતો.અને નાના બાળકોથી માંડીને સૌ કોઈએ આ મેળાનો લાભ લીધો હતો.શીતળા તેરસ નિમિતે માતા ના દર્શન કરવા માટે આજે વહેલી સવાર થીજ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ લાગી હતી.

અંતે નીલપરની યુવતીનો મૃતદેહ સ્વીકારાયો...

રાપર તાલુકાના નિલપર ગામે 7 જેટલા ગામનાજ કોળી શખ્સો દ્વારા અપાતા ત્રાસથી આપઘાત કરનાર રેખાબા નાનુભા જાડેજાનુ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર દરમીયાન મોત થયુ છે. આપઘાત કરી સારવાર માટે આવેલી રેખાબાનુ મરણોતર નિવેદન લેવાયુ ત્યારે તેને ગામના 7 અસામજીક તત્વો દ્વારા હેરાન કરાતા હોવાની ફરીયાદ કરી હતી. યુવતીના મોત બાદ પરિવાર અને સમાજમાં રોષની લાગણી છે. અને પરિવારે જ્યા સુધી 7 શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી ન થાય અને અસામાજીક તત્વોને છાવરનાર પોલિસ કર્મચારીઓ સામે કાર્યવાહી ન થાય ત્યા સુધી રેખાબા જાડેજાની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.ત્યારે મૃતક ના પરિવારજનોને  અને  ક્ષત્રિય સમાજના આગેવાનોને પોલીસે હૈયાધારણા આપી છે.પોલીસે આ કેસના 7 આરોપીઓની જલ્દીથી ધરપકડ કરવાની  ખાતરી  આપી છે.આરોપીઓને પકડી પાડવાની પોલીસે હૈયાધારણા આપતા આખરે મૃતક ના પરિવારજનો અને સમાજના આગેવાનો એ મૃતદેહ નો સ્વીકાર કર્યો છે.

નર્સિંગસ્ટાફ દ્વારા કલેકટરને આવેદન...

નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ સ્ટુડન્ટસ દ્વારા આજે વિવિધ પડતર પ્રશ્નોની માંગણી સાથે રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.અને નર્સિંગ સ્ટાફને મળવા પાત્ર પગાર અને સુવિધા સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ મળે તેવી માંગણી કરી હતી.તેમના જણાવ્યા અનુસાર, નર્સિંગ સ્ટાફને ઓછામાં ઓછો 20,000 પગાર મળવો જોઈએ , રહેવા જમવાની સુવિધા , પરિવહન ની સુવિધા , પ્રસુતિ વખતે 6 માસની પગાર સાથે રજા ,કામના કલાકો નિયત કરવા , સ્ટાઈપેડ માં વધારો,અને સ્ટાફનું શોષણ થતું બંધ કરવામાં આવે તેવી તેમણે કલેકટર સમક્ષ માંગણી કરી હતી.અને જો આ માંગો નહિ સંતોષાય તો આવતા મહીને ગુજરાતના તમામ સ્ટાફ નર્સો હડતાળ પર ઉતરીને વિરોધ નોંધાવસે. Advertisement

સંસદ ઠપ કરવાના વિરોદ્ધમાં ભાજપના પ્રતિક ઉપવાસ...

જિલ્લા મથક ભુજમાં આજે કચ્છ - મોરબીના સાંસદ શ્રી વિનોદ ભાઈ ચાવડાએ કોંગ્રેસ દ્વારા સંસદ ના બંને ગૃહ ઠપ્પ કરવાના વિરોધ માં ભુજ ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે પ્રતીક ઉપવાસ કર્યા હતા.સાંસદે જણાવ્યું હતું કે, કોંગ્રેસ છેલ્લાં કેટલાંક સમયથી સમાજ ના વિવિધ વર્ગોને યેનેકેન રીતે ભડકાવી દેશને વર્ગવિગ્રહની આગમાં ધકેલીને રાજકીય  લાભ ખાટી લેવાના મલિન ઈરાદા સાથેની હિન કક્ષાની રાજનીતિ રમે છે. તેમજ લાંબા ગાળા સુધી સંસદના બંને ગૃહોને ના ચાલવા દઈને લોકશાહીનું નીચાજોણું કર્યું છે. કોંગ્રેસના આ બદઈરાદાઓને ખુલ્લાં પાડવા સાંસદ વિનોદ ચાવડાએ આજે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે સવારે 11થી 5 વાગ્યા સુધીના પ્રતીક અનશન કર્યા હતા.અનશન કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ સેલ મોરચાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. Advertise

ભાજપ સરકારના વિરુદ્ધમાં કોંગ્રેસનો વિરોધ...

રાષ્ટ્રીય સ્તરે જોવા મળતા વિરોધ ની અસર આજે ભુજમાં પણ જોવા મળી હતી. જિલ્લા મથક ભુજમાં આજે ભાજપની સરકાર ના વિરોધમાં કોંગ્રેસે પણ વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો.એક તરફ,ભુજના જ્યુબિલી સર્કલ પાસે ભાજપના સાંસદે ધરણા કર્યા છે.તેની વિરુદ્ધ ભુજના ઇન્દ્રાબાઈ પાર્ક પાસે જિલ્લા કોંગ્રેસે ભાજપની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.પાણીની સમસ્યા,રોજગારીની સમસ્યા,મોંઘવારી,ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમણે સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.અને ભાજપના સાંસદ દ્વારા કરવામાં આવેલા ધરણા ને હાઈટેક ધરણા ગણાવીને તેનો વિરોધ કર્યો હતો.આ વિરોધ પ્રદર્શન માં જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ,પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા... Advertise

ગુજરાતમાં ૧૪ એપ્રિલના રોજ કચ્છ સામખિયાળી હાઈવે ચક્કાજામ કરી દેવાશે : જીગ્નેશ મેવાણી

ગુજરાતમાં વડગામ ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણી એ ૧૪ એપ્રિલના રોજ કચ્છ-સામખીયાળી હાઈવે ચક્કાજામ કાર્યક્રમને સફળ બનાવવા કચ્છની મુલાકાત લીધી હતી. દેશભરમાં એસ.સી/એસ.ટી કાયદાના બદલાવને લઈને આપવામાં આવેલા ભારત બંધના દિવસે જ જીગ્નેશ મેવાણીએ ૧૪ એપ્રિલના રોજ કચ્છ-સામખીયાળી હાઈવે ચક્કાજામ કાર્યક્રમ આપવાનું એલાન કર્યું હતું. આ અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું છે કે જો સરકાર આ અંગે વટહુકમ બહાર નહીં પાડે તો આ ચક્કાજામનો કાર્યક્રમ ચાલુ જ રહેશે. જીગ્નેશ મેવાણી એ વધુમાં કહ્યું કે, સુપ્રિમ કોર્ટના આ વલણની હું સખત ટીકા કરુ છુ. સુપ્રિમ કોર્ટનું આ વલણ એક રીતે દલિતો અને આદિવાસીઓ પર "જ્યુડિશીયલ એટ્રોસિટી" સમાન છે. અમારી માંગણી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જેમ શાહબાનો કેસની ઓર્ડિન્સ લાવવામાં આવ્યો હતો એવી જ રીતે, આ કેસમાં પણ કેન્દ્ર સરકાર ઓર્ડિનન્સ લાવી સુપ્રિમ કોર્ટના ચુકાદાને રદબાતલ જાહેર કરે. આ ઉપરાંત જીગ્નેશ મેવાણીએ દલિત અધિકાર મંચના નેજા હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદ્દારો સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ આંદોલનમાં જીગ્નેશ મેવાણી એ કોંગ્રેસ નેતા અલ...