Skip to main content

Posts

માનકુવા પોલીસે 5 જુગારીઓને રંગે હાથ પકડી પાડ્યા

ભુજ તાલુકાના માનકુવા પોલીસે આજે હારજીતનો જુગાર રમતા   પાંચ જુગારી ઓને રંગેહાથ પકડી પાડ્યા હતા. માનકુવા પોલીસને ગુપ્તરાહે બાતમી મળી કે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે.માનકુવા પોલીસે રતીયા ગામની સીમમાં આવેલા આશાબા પીર ની દરગાહ પાસે ઇસમોને જાહેરમાં ધાણીપાસા નો હાર જીતનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. જેમાં પોલીસે(૧)ઉમેદસિંહ જાડેજા ઉ.વ.42 (૨)ભિલાલ ઇશાક સમાં ઉ.વ.40 (૩) સુલેમાન શેખ ઉ.વ 28 (૪)કપિલ ગોર ઉ.વ.30 (૫)હુસેન સમેજા ઉ.વ.40 ને ઝડપી પાડયા હતા.પોલીસે રોકડ , મોબાઈલ , રીક્ષા સહિતનો 3,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આરોપીઓ વિરુદ્ધ જાહેરમાં જુગાર રમવા વિરુદ્ધનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Video :કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ : Maa Ashapura News)

પાટણમાં લોકશાહીનું ખૂન : પડઘા કચ્છમાં

પાટણમાં દલિત પરીવારને જમીન આપવામાં વિલંબ : લોકશહીનું ખૂન , અગ્નિસ્નાન અને કચ્છમાં પડઘા પાટણમાં દલિત પરિવારને જમીન આપવામાં થયેલા વિલંબ બાદ તાજેતરમાં અગ્નિસ્નાન  નું આત્મઘાતી પગલું ભરવામાં આવ્યું હતું.જેનો સમગ્ર ગુજરાતમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.ત્યારે ક્ચ્છ માં પણ આ ઘટનાના સુર વ્યક્ત થઈ રહ્યા છે. ( Video :તરા(મંજલ) યુવક મંડળ દ્વારા ભુજ નખત્રાણા હાઇવે પર કરવા માં આવ્યો ચક્કાજામ. ) આ ઘટનાને કચ્છના દલિત આગેવાનોએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી.ત્યારે આ બનાવ ના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.ત્યારે ક્ચ્છ માં અત્યારે ઉગ્ર માહોલ જણાઈ રહ્યો છે.કચ્છના નખત્રાણા તાલુકામાં આ ઘટનાને લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. ( Video :કચ્છની સૌ પ્રથમ 24 કલાકની ન્યુઝ ચેનલ , સૌથી વધારે ફેલાવો ધરાવતી ચેનલ Maa Ashapura News) શહેરના મુખ્યમાર્ગો પર ચક્કાજામ કરીને આ ઘટનાને વખોડી કાઢી હતી.મુખ્યમાર્ગો પર ટ્રાફિક જામ થતા જ ઠેર ઠેર ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાય હતા.જ્યારે જેને લઈને સામાન્ય જનતાને હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો.તો બીજી તરફ કચ્છના ભુજ , ગાંધીધામ ખાતે પણ દલીત સમાજ દ્વારા આ ઘટનાનો ઉગ્...

ઓનલાઇન સાયબર સીકયુરીટી અવેરનેસ પોર્ટલ : પ.કચ્છ પોલીસ

પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયા ઓનલાઇન સાયબર સીકયુરીટી અવેરનેસ પોર્ટલ આજ રોજ પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડાના આદેશથી અને શ્રી જે.એન.પંચાલ પોલીસ ઇન્સ્પેકટર એલ..સી.બી. તેમજ .રાણા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. ના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારશ્રીની સુરક્ષા સેતુ સોસાયટી યોજના અંતર્ગત  એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા સાયબર સિકયુરીટી અવેરનેસ અંગેના બે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. આ અંગે વધુ માહિતી આપતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.પંચાલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.જે.રાણાનાઓએ જણાવેલ કે, છેલ્લા ત્રણેક વર્ષથી સાયબર ક્રાઇમની ફરીયાદોમાં ઉછાળો આવેલ છે. આવા સાયબર ક્રાઇમનો ભોગ બન્યા બાદ લોકોને જે આર્થિક કે સામાજીક નુકશાન થાય છે તેની ભરપાઇ કરવી મુશ્કેલ છે. આથી આવા ગુનાઓનો લોકો ભોગ ન બને તે માટે સાવચેતી અને અવેરનેસ એ એક જ ઉપાય છે. જેથી ફેસબુક પર *https://www.facebook.com/CyberSamvad* https://www.facebook.com/CyberSamvad​ પેજ બનાવવામાં આવેલ છે. તેમજ એન્ડ્રોઇડ એપ ઇન્સ્ટાગ્રામ પર *t.me/CyberSamvad* થી એક ચેનલ બનાવવામાં આવેલ છે. આ બંન્ને પોર્ટલ પર નિયમિત રીતે સાયબર ...

મમુઆરામાં બાળકી ઉપર ગરમ પાણીથી હુમલો

🖋 મમુઆરામાં ઘર ખાલી કરવાનું કહેતાં ગરમ પાણી અને પથ્થરથી હુમલો કરતાં બાળકીને હોસ્પિટલમાં ખસેડાઈ ભુજ તાલુકાનાં મમુઆરા ગામમાં એક એવી ઘટનાં બની જે જાણીને કોઈ પણ કઠોર હૃદય ની વ્યક્તિ પણ ધ્રુજી જાય. બાળક ભગવાનનું સ્વરૂપ ગણાય છે , પણ જ્યારે એમનાં ઉપર ગરમ પાણીથી હુમલો થાય તો કોઈ પણ વ્યક્તિના મોઢામાંથી અરરર શબ્દ નીકળી જાય. ( Video : કચ્છની પ્રથમ 24 કલાકની અને બહોળો ફેલાવો ધરાવતી ચેનલ : Maa Ashapura News ) મમુઆરામાં મકાન માલિક નેણબાઈ જ્યારે ભાડુઆતને મકાન ખાલી કરવાનું કહ્યું તો ભાડુઆત ભવાન કરશન મહેશ્વરી, જશોદાબેને પથ્થર ઘા કરી ને મકાન માલિક નેણબાઈ ઉપર હુમલો કર્યો હતો. નેણબાઈ જ્યારે કહ્યું કે આપ ભાડું આપો અથવા મકાન ખાલી કરો તો ભાડુઆત હાથમાં ગરમ પાણી લઈને આવી ચડતા , ગભરાયેલા નેણબાઈ બચવા જતાં ગરમ પાણી એમની દેરની નાની છોકરી ઉપર પડતાં એમને સારવાર માટે જીકે અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewslive. blogs...

સુમરાસર વાડી વિસ્તાર પાસે થી ૬૬,૮૦૦ ના મુદામાલ સાથે ૧૭ જુગારીઓ ઝડપાયા..

૬૬,૮૦૦ ના મુદામાલ સાથે ૧૭ ઇસમોની અટક કરવામાં આવી.. ભુજ બી ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળ ૧૬-૨-૧૮ ના રોજ સુમરાસર વાડી વિસ્તાર માંથી જુગાર રમતા ૧૭ ઈસમોને ઝડપી પાડવા માં આવેલ છે. જુગાર ધારા ની કલમ ૧૨ મુજબ તેમની અટક કરવામાં આવી છે. અટક કરાયેલ ૧૭ ઇસમો ધાણીપાસના પકડાયેલ આ જુગારમાં રોકડા રૂ. ૩૯,૬૦૦/- તથા મોબાઈલ ફોન નંગ ૧૭ કીમત રૂ. ૨૭,૦૦૦ તેમજ અન્ય કુલ ૬૬,૮૦૦ ના મુદામાલ સાથે (૧) મામદ હુસેન ઉર્ફે મમલો સુમરા, (૨) જુસબ ઈબ્રાહીમ સમેજા, (૩) અકબર દાઉદ લોઢીયા, (૪) સલીમ હુસેન લુહાર, (૫) રહીમ જુમા સમેજા, (૬) ઉમર જુમા સમેજા, (૭) મજીદ સાલેમામદ શેખ, (૮) જુસબ આમદ મંધરીયા, (૯) જુમા લધા કાસમ સમેજા, (૧૦) હારુન અબ્દુલા કુંભાર, (૧૧) સિધિક ઓસમાણ મોખા, (૧૨) આધમ ખમીશા મોખા, (૧૩) મુસ્તાક અમીન શેખ, (૧૪) રહીમતુલા નુરમામદ ભટ્ટી, (૧૫) ઈબ્રાહીમ દાઉદ ધલ, (૧૬) મુસ્તાક સુમાર અબ્દુલા, (૧૭) પ્રવીણસિંહ ઉર્ફે પથુભા ચમનસિંહ જાડેજા નામક ૧૭ ઇસમોની અટક કરવામાં આવેલ છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, ...

નખત્રાણા તાલુકાના દેવપર ના એક યુવક ને માર મરાતા ગંભીર પ્રકાર ની ઈજાઓ પહોચી છે..

કોઈ વાત નું મનદુઃખ રાખી ને ટોળા એ માર મારતા યુવક ની હાલત ગંભીર.. મળતી માહિતી અનુસાર નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ખાતે રહેતો ૨૯ વર્ષીય યુવક કેતન ગોવિંદ રૂડાણી ને છ શખ્સો દ્વારા મારા મારવામાં આવતા તેને ભુજ ખાતે ની જી.કે. જનરલ ખાતે ખસેડવામાં આવ્યો છે. યુવકે પોલીસ ને માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈ કાલે એટલે કે તા. ૧૪-૨-૧૮ ના રોજ સામાવાળા છગન મુળજી લીંબાણી, રમણીક મુળજી લીંબાણી, વિનોદ કાનજી લીંબાણી, વિશાલ વિનોદ લીંબાણી, પ્રદીપ હરીલાલ લીંબાણી, હસમુખ તુલસીદાસ લીંબાણી સાથે વાદ-વિવાદ થયો હતો જેનું મનદુઃખ રાખી ને આ બધા એ મારકૂટ કરી હતી. આ બનાવ આજે એટલે કે તા. ૧૫-૨-૧૮ ના બન્યો હતો જેમાં ભોગ બનનાર કેતન ને પ્રાથમિક સારવાર માટે નખત્રાણા CHC ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતો જયારે હાલ વધુ સારવાર માટે ભુજ ખાતેના જી.કે. જનરલ ખાતે લઇ અવાયો છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page...

ભચાઉ તાલુકાના બાનીયારી ગામની સીમમાંથી છ લાખની કિમતના વીજ વાયરની ચોરી થતા ચકચાર..

દુધઈ પોલીસ ની ઝડપી કામગીરીને પગલે ૩ આરોપીઓની ગણતરીના કલાકોમાં કરાઈ અટક.. દુધઈ પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે ભચાઉ તાલુકાના બાનીયારી ગામની સીમ માંથી પાવરગ્રીડ કોર્પોરેશન ની હાઈ ટેન્શન વીજ લાઈનના ટાવરમાં લાગેલા આશરે ૨,૦૦૦ મીટર લાંબી લાઈન પર પથરાયેલા ૬,૦૦,૦૦૦/- રૂપિયા ના વીજ તાર ની ચોરી થયેલ હતી. જેમાં ત્રણ શકમંદો ની પોલીસે તપાસ આદરી હતી અને ગણતરી ના કલાકો માં જ ત્રણેય આરોપીઓને દુધઈ પોલીસે ઝડપી પાડ્યા હતા. ચોરી કરેલ વીજ તાર તેમજ બોલેરો જીપ પોલીસે કબજે કર્યા હતા. વધુ માં પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ચોરીમાં અંજારના શેખટીંબા વિસ્તારમાંરહેતા જુસબ ઈબ્રાહીમ કુંભાર અને લુણવાના લક્ષ્મણ કાયા કોલી અને રાજેશ સામત કોલી નામના ત્રણ શખ્સોની અટક પણ કરવામાં આવી છે. પોલીસે ત્રણેય ની પુછતાછ હાથ ધરી હતી ત્યાર બાદ વધુ તથ્યો બહાર આવશે.. મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter...