Skip to main content

Posts

કોર્ટે "કાસુડા" ના ચાર દિવસના રિમાંડ કર્યા મંજુર..

પોલીસે માંગેલ ૭ દિવસના રિમાંડ સામે કોર્ટે કર્યા ચાર દિવસના રિમાન્ડ મંજુર.. કાસમ મામદ નોતિયાર પોલીસ ના માથાના દુ:ખાવા સમાન બની ગયેલ કાસમ મામદ નોતિયાર ગઈ કાલે પોલીસ સકંજામાં આવી ગયો હતો. ગત તા. ૧૯ જાન્યુઆરીના પોલીસ જવાનો પર જીવલેણ હુમલો કરી ને કાસમ મામદ નોતિયાર નાશી છૂટ્યો હતો. જેમાં ૩ પોલીસ જવાનો ઘાયલ થયા હતા અને ત્યાર બાદ પોલીસે ખૂન કેસ ના આરોપી એવા કાસમને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ કાસમને પકડી પાડવામાં નિષ્ફળ નીવડ્યા હતા. પોલીસના સરદર્દ સમાન બની ચુકેલો કાસુડાને આખરે પોલીસે દબોચી લીધો હતો અને આજે એટલે કે તા. ૦૨-૦૨-૨૦૧૮ ના રોજ કાસમ મામદ નોતિયાર ને કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે તેના ચાર દિવસના રિમાંડની મંજુરી આપી હતી. હવે પોલીસ તેની આકરી પુછતાછ કરી ને વધુ તથ્યો જાણવાનો પ્રયાસ કરશે તેવું લાગી રહ્યું છે. મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB

રામ રામ કચ્છ : આજનું રાશિ ભવિષ્ય , 2 ફેબ્રુઆરી

🖋  દૈનિક રાશી ભવિષ્ય Friday, February 02, ૨૦૧૮ (મા ન્યુઝ , ભુજ કચ્છ , ૨ ફેબ્રુઆરી, ) નમસ્કાર , વાચક અને દર્શક મિત્રો , જોઈએ આજનું આપનું ભવિષ્ય, આ ક્ષણ એ આવનારી ક્ષણની જન્મદાત્રી છે , હિયર એન્ડ નાઉ , એટલે જે વર્તમાનમાં રહે છે એનું ભવિષ્ય શ્રેષ્ઠ જ જોય છે. મેષ રાશી ભવિષ્ય (Friday, February 02, 2018) તમને કોઈક ખોટી માહિતી મળે એવી શક્યતા છે જે માનસિક તાણ લાવશે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારૂં કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં. આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો, તમારૂં પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે. તમારો મોબાઈલ ફોન તમને આજે મુશ્કેલીમાં મુકી શકે છે. તેનો વધારે પડતો ઉપયોગ ટાળજો. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે, કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેફ આપી રહ્યો છે. આજે ૧૦ મિનિટ પોતા માટે એટલેકે ધ્યાન , પૂજામાં વિતાવવી. વૃષભ રાશી ભવિષ્ય (Friday, February...

પોલીસ ના માથાના દુ:ખાવા સમાન બની ગયેલ "કાસુડો" પોલીસ સકંજામાં..

છેલ્લા ૧૨ દિવસથી પોલીસની ઉંઘ હરામ કરી ચુકેલો ખૂન કેસના આરોપીને પોલીસે પકડી પાડ્યો છે.. આરોપી : કાસમ મામદ નોતિયાર ગત તા. ૧૯ જાન્યુઆરીના પોલીસ જવાનો પર જીવલેણ હુમલો કરી ને કાસમ મામદ નોતિયાર નાશી છૂટ્યો હતો. જેમાં ૩ પોલીસ જવાનો ઘાયલ થયા હતા અને ત્યાર બાદ પોલીસે ખૂન કેસ ના આરોપી એવા કાસમને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ કાસમને પકડી પાડવામાં નિષ્ફળ નીવડ્યા હતા. પોલીસના સરદર્દ સમાન બની ચુકેલો કાસુડાને આખરે પોલીસે દબોચી લીધો છે. આરોપી : કાસમ મામદ નોતિયાર પેરોલ રજામાંથી નાસતો ફરતો તથા મારામારી તેમજ પોલીસ પર હુમલામાં સંડોવાયેલ આરોપી કાસમ મામદ નોતિયાર ઉ.વ. ૩૧ રહે. મૂળ ચરખડા તા. નખત્રાણા ને શોધી કાઢવા માટે ભુજ શહેર બી-ડિવીઝન પોલીસ, માનકુવા પોલીસ, LCB પશ્ચિમ કચ્છ ભુજ, SOG પશ્ચિમ કચ્છ ભુજ તેમજ ગઢશીશા પોલીસ સ્ટેશનના સ્ટાફનાઓ ની ટીમ બનાવવામાં આવી હતી. ગઈ કાલે કોમ્બીંગ ચાલુ હતું એ દરમ્યાન ગઈ રાત્રે પોલીસને મળેલી બાતમીને આધારે મઉ ગામની સીમમાં ગણેશ છેલો(વોકડો) માં બાવળની ઝાડીમાં સંતાયેલ હોવાની જાણ થઇ અને સમગ્ર પોલીસ કાફલો મળેલ બાતમીને આધારે આ જગ્યા એ રેઇડ પાડતા આરોપી કાસમ મામદ નો...

કચ્છમાં આતંકીઓ ઘુસ્યા : પણ એ જૂનાં ન્યુઝ છે .

🖋  કચ્છમાં આતંકીઓ ઘૂસ્યા હોવાનાં સમાચાર સોશ્યલ મીડિયામાં છેલ્લા બે દિવસથી વાયરલ , પણ સમાચાર એક વર્ષ જૂનાં છે.   (મા ન્યુઝ , 1 ફેબ્રુઆરી, 14:34) બે દિવસથી સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે.  અમુક વોટસએપ ગ્રૂપમાં આ વિડિઓની યુ-ટયુબની લિંક પણ વાયર થઈ છે. આ વિડિઓ આજતક ચેનલનો છે જેમા બતાડવામાં આવ્યું છે કે ખુફીયા વિભાગ દ્વારા કચ્છમાં 4-5 આતંકવાદીઓ વિસ્ફોટક સાથે ઘુસ્યા હોવાથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતના મોટા શહેરોમા એલર્ટ જાહેર કરાયો છે. ( જુઓ વીડિયો ) ( આજતક ચેનલ નો જૂનો વિડિઓ જે વાયરલ થઈ રહ્યો છે ) પણ હકીકત કંઈક અલગ છે આ વિડિઓની તપાસ કરતા જે યુ-ટયુબ લિંક વાયરલ થઈ તે લિંક 17 ફેબ્રુઆરી 2017ના પબ્લીસ થયેલ છે  ( આ વિડિઓ જૂનો છે એની સાબિતી ) અને આ વિડિઓમાં નીચેની પટ્ટીમાં ઉતરપ્રદેશ વિધાનસભા ચુંટણીના ન્યુઝ ચાલુ છે. આ તમામ બાબતો ચકાસતા સ્પષ્ટ જણાઈ આવે છે કે આ વિડિઓ 12 મહિના પહેલાનો છે માટે આ ખોટો વિડિઓ એક બીજાને સેન્ડ કરી ભ્રમ ફેલાવવાથી દૂર રહેવા અપીલ છે. લોકો પણ વોટ્સઅપ માં આવા મેસેજ મોકલી એકમેકને પૂછી રહ્યા છે , પણ વાસ્તવિકતા એ છે આ સમાચાર જૂ...

રામ રામ કચ્છ : જાણો આજનું રાશિ ભવિષ્ય

🖋 દૈનિક રાશી ભવિષ્ય Thursday, February 01,   ૨૦૧૮ નમસ્કાર આજે ફરી આપનું સ્વાગત છે , આપણે સૌ એક સામાજિક પ્રાણી છીએ , સમાજ માં રહી આપણી સામાજિક જવાબદારી નિભાવતા હોઈએ છીએ , આપણું ખોટું ના થાય અને આપણાં થી કોઈનું ખોટું ના થાય એ એક સામાજિક વ્યક્તિ ઇચ્છતો હોય છે , કહેવાય છે આપણું ભવિષ્ય એ આપણાં વર્તમાનની જ એક છબી છે , હમણાં જે કરશું એ આવનારી ક્ષણ બનશે , રાશિ ભવિષ્ય પણ એ જ છે કે આપ આપની વર્તમાન ક્ષણ ને મસ્ત અને મજબૂત બનાવો જેથી આપની આવનારી ક્ષણ પણ મસ્ત જ રહે. ચાલો જોઈએ આપનું આજનું ભવિષ્ય. મેષ રાશી ભવિષ્ય  (Thursday, February 01, 2018) તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પાર્ટીમાં આજે કોઈ તમને મજાકનું કેન્દ્ર બનાવી શકે છે. પણ કોઈ કઠોર પ્રતિક્રિયા આપવાથી દૂર રહેવા માટે તમારા બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરો-જેથી તમે કોઈ મુશ્કેલીમાં ન મુકાઈ જાવ. કેટલીક ગેરસમજને કારણે તમારા પ્રેમી-પ્રેમિકા સાથેનો તમારો મુશ્કેલીમાં આવી શકે છે.તમારે યાદ રાખવું જોઈએ કે પ્રેમ એ ગંભીર બાબત ...