સનદાદા પાલારા રોડ પર ત્રીસેક વર્ષ ની અજ્ઞાત યુવતી ની બોથળ પદાર્થ મારીને હત્યા કરાઈ મૃતક મહિલાએ પેન્ટ શર્ટ પહેરેલું છે અને તેની ઉમર ત્રિસેક વર્ષની હોવાનો અંદાજ છે. મોઢાના ભાગે અનેક ઘા મારી અને હત્યારે લાશ ની ઓળખ ન કરી શકાય તેવા પ્રયાસો કાર્ય હોઈ શકાય બનાવની જાણ થતાં ભુજ એ ડીવીજન પી એસ આઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી અને તપાસ હાથ ધરી લાશને પી એમ માટે ભુજની જી.કે હોસ્પિટલ ખસેડાઈ છે. થોડાક સમય પૂર્વ આ જ વિસ્તારમાં કોટાયના દલિત યુવકની ક્રુરતાથી હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હતી.
કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)
Comments
Post a Comment