આદિપુરમાં એક યુવાને જીંદગીથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. મૃતકે સ્યુસાઈડ નોટમાં માતા-પિતા કે વાગ્દત્તાનો વાંક ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આપઘાત પહેલા મૃતકે રૃમમેટને સવારે ચાર વાગ્યે એસએમએસ પણ કર્યો હતો. તો અંજાર ખાતે કોઈ અગમ્ય કારણોસર યુવાને ગળે ફાંસો ખાઈ લીધી હતો. આદિપુરમાં સોમવારે સવારે આપઘાતનો બનાવ બન્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, અશ્વિન હરદાસ સોલંકી (ઉ.વ.૨૬, જનતા હાઉસ, આદિપુર. મુળ ગીર સોમનાથ)એ પોતાના ઘરે સવારે પંખામાં ગળેફાંસો ખાઈ લીધો હતો. મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પોતે જીંદગીથી કંટાળી ગયો હોવાનું કહી આ પગલું ભરતો હોવાનું લખ્યું છે. સાથો-સાથ આ આપઘાત પાછળ માતા-પિતા કે વાગ્દત્તાનો કોઈ વાંક ન હોવાનું પણ ઉલ્લેખ છે.
![]() |
File |
મૃતક આદિપુરમાં પોતાના મિત્ર સાથે રહેતો હતો. મિત્ર લગ્ન પ્રસંગમાં રજામાં ગયો હતો. તે સોમવારે સવારે જ પરત આવવાનો હતો. જેના કારણે મૃતકે સવારે ચાર વાગ્યે મિત્રને એસએમએસ કરી આપઘાત કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ મિત્ર બસમાં સુતો હોવાથી તેનું ધ્યાન ગયું ન હતું. સવારે ઘરે આવતા એસએમએસ જોઈ તે ચોંકી ઉઠયો હતો. બારીમાંથી જોયું તો મિત્રની લાશ લટકતી હતી. તો અંજારમાં પણ એક આપઘાતનો બનાવ બન્યો હતો. આ અંગે અંજાર પોલીસે જણાવ્યું હતું કે, તા.૧૨/૫ના રાત્રીના જગદિશભાઈ વશરામભાઈ મકવાણા (ઉ.વ.૨૬, કાપડી વાડીની બાજુમાં, વિડી રોડ, અંજાર)એ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. પોલીસે આપઘાત પાછળ કારણની તપાસ હાથધરી છે.
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive.blogspot.com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment