લખપત તાલુકાના ઘડુલીમાં વાહન અડફેટે એક જર્જરીત વિજપોલ ધરાશાયી થતાં ગામનો વિજ પુરવઠો ત્રણેક કલાક સુધી ખોરવાઇ જતાં ગ્રામજનોને આકરી ગરમીમાં વિજતંત્રના વાંકે ગરમીમાં શેંકાવાનો વારો આવ્યો હતો. ઘડુલી-લાખાપર રોડ પર આ ઘટના ઘટી હતી. લખપત તાલુકા પંચાયતની કારોબારી સમિતીના ચેરમેન એન.એ.રાયમાએ આક્રોશ સાથે જણાવ્યું કે રહેણાક વિસ્તારમાં આવેલો આ વીજથાંભલો જર્જરીત હાલતમાં હોવા અંગે અગાઉ અનેકવાર ફરિયાદ કરવા છતાં પીજીવીસીએલે તે તરફ દુર્લક્ષય સેવી વિલંબકારી નીતી અપનાવતાં આ દુર્ઘટના ઘટી હતી.
જે સમયે આ ઘટના ઘટી ત્યારે વાહન અથડાવવાના લીધે થાંભલામાં ભડકો થતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. સદનસીબે આ ઘટના ઘટવા સમયે કોઇ વ્યકિત હાજર ન હોતાં કોઇ મોટી હાની થઇ નહોતી. ઘટનાસ્થળે દોડી આવેલી વિજતંત્રની ટીમે નવા વિજપોલમાં કનેકશન આપી પુરવઠો પુન:ચાલુ કરાવ્યો હતો.

![]() |
Advertisement |
Comments
Post a Comment