પટણા પોલીસે નાણા પડાવવાના કેસમાં ભુજના શખ્સ સહિત પાંચની ધરપકડ કરી છે. જાણવા મળતી વિગત મુજબ પટણા પોલીસે ગરીબનવાઝ અને મોહમદ હુસેન નામના બે શખ્સોને ૧૨ પાસપોર્ટ સાથે ધરપકડ કરી છે. પુછપરછના આધારે પોલીસે ભુજના હરીશ રાણા, વડોદરાના કિરણ આહિર અને ધવલ પટેલની ધરપકડ કરાઈ છે.
આ ઈસમો પાસેથી રોકડ દોઢ લાખ, એક વજનકાંટો, બ્લડપ્રેસર માપવાનું યંત્ર, ૩૦૧ સિરીન્જ, ૬૮ બ્લડ સેમ્પલ, ૩૦૦ ફોર્મ જપ્ત કર્યા છે. આરોપી વિદેશ જવા ઈચ્છતા યુવાનો પાસે ચાર ચાર હજાર રૃપીયા લેતા હતા, આ બનાવનો મુખ્ય સુત્રધાર હકીમ હોવાનું બહાર આવવા પામ્યું છે. જે દિશા તરફ તપાસ આરંભી દેવામાં આવી છે. સમગ્ર ઘટનામાં આવનારા દિવસોમાં વધુ હકીકતો ખુલવા પામશે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page /
group
Twitter : @jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment