જિલ્લા મથક ભુજ ખાતે આવેલી સરકારી લાઈબ્રેરીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે દેશનું ભાવિ જમીન પર આવી ગયું છે.સરકારી પુસ્તકાલય માં પ્રાથમિક સુવિધાઓના અભાવે દેશનું ભાવિ અધ્ધરતાલ હોય તેવું લાગી રહ્યું છે.
ભુજના મિડલ સ્કૂલ ખાતે આવેલી સરકારી પુસ્તકાલય નું નિર્માણ 2006માં વિશ્વ બેંક ની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પુસ્તકાલય માં આજદિન સુધી માર્ગ અને મકાન વિભાગે નજર જ ન નાખી હોય તેમ આ પુસ્તકાલય આજે અવ્યવસ્થિત બની છે. પુસ્તકાલયમાં ગ્રંથપાલ ડિસેમ્બર માસમાં નિવૃત થતા ત્રણ માસથી આ સરકારી પુસ્તકાલય પટ્ટા વાળા અને કારકુનો દ્વારા ચલાવાઇ રહ્યું છે.
ગુજરાત સરકારની યોજના છે કે , "વાંચે ગુજરાત ". પરંતુ ભુજમાં આવેલી આ સરકારી પુસ્તકાલય ની હાલત એટલી હદે કથળી ગઈ છે કે, યુવાઓને જમીન પર બેસીને વાંચન કરવું પડે છે. આટલી હદે પરિસ્થિતિ બગડી જવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. હાલમાં,ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. ત્યારે કચ્છના ગામડાઓમાંથી યુવાનો આ પુસ્તકાલયમાં વાંચન કરવા આવે છે. પરંતુ અહીંયા કોઇ પણ પ્રકારની પાયાની સુવિધાઓ ન હોતા વિદ્યાર્થીઓ ને જમીન પર બેસીને વાંચન કરવું પડે છે. આવનારા સમયમાં કચ્છ યુનિવર્સિટીમાં પણ પરીક્ષા શરૂ થશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ કરવા માટે કચ્છના ગામડાઓ માંથી અને ભુજના યુવાનો ભુજમાં આવેલી આ લાઇબ્રેરીમાં વાંચન કરવા આવે છે. પરંતુ અહીંયા બેઠક વ્યવસ્થા યોગ્ય ન હોતા આજે દેશના ભાવિ એવા યુવાનોને જમીન પર બેસીને વાંચન કરવું પડે તેટલી હદે પરિસ્થિતિ કથળી ગઈ છે. આ સમસ્યા અંગે સ્થાનિક કક્ષાએથી લઈને ઉપરી અધિકારી સુધી રજુઆત કરવામાં આવી છે છતાં આજ સુધી કાઈ ઉકેલ આવ્યો નથી. આ અંગે યુવાવર્ગ દ્વારા ટ્વીટરના માધ્યમથી વડાપ્રધાન શ્રીને પણ રજુઆત કરવામાં આવી છે.
પુસ્તકાલય ની પરિસ્થિતિ અંગે વિદ્યાર્થીઓ એ વાત કરતા જણાવ્યું કે, અહીંયા બેસવા માટે યોગ્ય વ્યવસ્થા નથી. ટેબલ - ખુરશી તૂટેલી હાલતમાં છે. જેને કારણે છોકરાઓ અને છોકરીઓને પણ જમીન પર બેસીને વાંચન કરવું પડે તેવી પરિસ્થિતિ છે. પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નથી. આર ઓ પ્લાન્ટ જર્જરિત હાલતમાં છે. શૌચાલય માં નિયમિત સફાઈના અભાવે ગંદકી સેવી રહ્યું છે. ત્યારે આવનારા સમયમાં પરીક્ષાઓ નજીક આવતા અહીં વાંચન કરવા આવનારા વિદ્યાર્થીઓ ની સંખ્યા વધી જશે. ત્યારે અહીંયા તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે તેવી વિદ્યાર્થીઓ એ માંગ કરી હતી.
અહેવાલ-કૌશિક છાયા
- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment