૭ મહિના પહેલાં નાં પ્રેમલગ્ન મારકૂટ માં પરિવર્તિત
![]() |
ઇજાગ્રસ્ત કાજલ જીકેમાં દાખલ |
એક પ્રેમ લગ્ન બીજા એરેન્જ મેરેજ , બંનેમાં જો પતિ પત્ની વચ્ચે સમજ ન હોય તો સંબંધ માં તિરાડ આવી જાય છે, પ્રેમ લગ્નમાં શરૂઆતમાં આકર્ષણ હોય , કલ્પના માં બંને પાત્રો જીવતાં હોય છે પણ જેવી વાસ્તવિક સામે આવે કે એકબીજાના અવગુણ સામે આવે છે, લગ્ન પહેલાં હોટેલમાં જમવું બહાર ફરવા જવું એ કાયમી નથી રહેતું અને એમાં જો પતિ કામ ધંધા વગરનો રખડયા કરે તો સંબંધ જલ્દી તૂટી જાય છે,
![]() |
જીકે ડોકટર દ્વારા જાહેર કરાયેલ વિગત |
આવો જ એક પ્રેમ લગ્નનો વિચ્છેદ નો બનાવ ભુજ સોનિવાડ થી બહાર આવ્યો છે,
કાજલ ૭ મહિના પહેલા દિવ્યેશ સુરેશભાઈ આમર સાથે પ્રેમ લગ્ન કરેલા , પરંતુ પતિ દિવ્યેશ કામ ધંધો ન કરતો હોવાથી આ મુદ્દે અવાર નવાર મારકૂટ અને ઝગડા થતાં , પણ ૩ માર્ચ નાં સાંજે ૭ વાગ્યે કાજલને દિવ્યેશે બેલ્ટ પટ્ટા થી માર મારતા કાજલને જીકેમાં દાખલ કરાઈ છે, વિગત એવી પણ જાહેર કરાઈ છે કે કાજલને એનો પતિ દિવ્યેશ દારૂ પીવડાવીને માર મારતો હતો.
Video : કચ્છની સૌ પ્રથમ 24 કલાકની અને સૌથી વધારે ફેલાવો ધરાવતી ચેનલ : Maa Ashapura News
કાજલ નાં પિતા પ્રેમજીભાઈ મંગલદાસ ઠક્કર પોલીસ ફરિયાદ દાખલ કરી છે,
આજે ૮.૮ ૨૦૧૭ નાં પ્રેમ લગ્ન તિરાડમાં પરિણમ્યા છે અને પત્ની ઈજાઓ સાથે દવાખાને દાખલ છે.
Comments
Post a Comment