ગઈકાલે મહિલાઓના સન્માન માટે ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે આપણે રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ કાર્ય કરનાર મહિલાઓનું સન્માન કરીએ છીએ, પણ આ દિવસે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક સવાલનો જવાબ સાંભળીને એવું લાગ્યું કે સતત વિકસિત થઈ રહેલા ગુજરાત રાજ્યમાં શું મહિલાઓ સુરક્ષિત છે? ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન એક ઉમેદવારે પ્રશ્ન પૂછ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં કેટલી મહિલાઓ ગાયબ થઈ છે, જેનો આંકડો સાંભળીને તમને નવાઈ લાગશે કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આ આંકડો 14229 સુધી પહોંચ્યો છે.
આ ઉપરાંત જાણવા મળ્યું હતું કે આ ગાયબ થયેલી મહિલાઓમાંથી 10720 મહિલાઓ મળી ગઈ છે અને હજી પણ 2509 મહિલાઓ ગાયબ છે. સરકાર દ્વારા મળેલી માહિતી પ્રમાણે 2016મા 6581 મહિલાઓ અને 2017મા 7648 મહિલાઓ ગાયબ થઈ હતી. આ બે વર્ષમાં અમદાવાદમાંથી 2908 અને સૌથી ઓછી ગાંધીનગરમાંથી 630 મહિલાઓ ગાયબ છે.
આ ગાયબ થયેલી મહિલાઓને શોધવાની દિશામાં સરકાર શું પ્રયત્નો કરી રહી છે? તેના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ‘મહિલાઓને શોધવા માટે તેમના ફોટા, રંગ, તેમની શારીરિક રચનાની જાણકારી ટી.વી. ચેનલો પર આપવામાં આવે છે. આ ઉપરાંત ઈ-ગુજકોપ પ્રોજેક્ટ દ્વારા ફોટો સહિત તમામ માહિતી અપલોડ કરવામાં આવી છે. આ સાથે ગાયબ થયેલી મહિલાઓની જાણકારી અને પોસ્ટરો સાર્વજનિક જગ્યાઓ, અનાથ આશ્રમ અને પોલીસ સ્ટેશનમાં લગાવવામાં આવ્યા છે’.
- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment