રાજ્યમાં જળસંકટ વધુ ઘેરું બનવાના સંકેતો મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 43 ટકા પાણી બચ્યું છે. જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 60 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43 ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છના 138 જળાશયોમાં 31 ટકા પાણી છે. રાજકોટના 84 ગામોમાં ચાર દિવસ માટે પાણીકાપ મુકાયો હતો તો પંચમહાલના પાવાગઢમાં અછતને કારણે લોકોને 15 લિટર પાણી માટે 20 રૂપિયા આપવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્રના 32 શહેર અને 1400 ગામોમાં પાણીની તંગીના સંકેત મળતા સરકારે ઉનાળામાં પાણી પૂરું પાડવા વૈકલ્પિક આયોજન હાથ ધર્યું છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુરુવારે વિધાનસભામાં બોલતા ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા પર નિર્ભર રહેવાને બદલે ડ્રીપ ઇરિગેશન જેવી પદ્ધતિ અપનાવવા જણાવ્યું હતું. દક્ષિણ અને મધ્ય ગુજરાતના વલસાડ, ડાંગ, સુરત, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લામાં પાણીની તંગી સર્જાય તો ટેન્કરોથી પાણી પહોંચાડવાની તૈયારી કરાઈ છે. ગત શનિવારે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના તમામ કલેક્ટરોને પાણી પુરવઠાની સ્થિતિની સાપ્તાહિક સમીક્ષા કરવા જણાવ્યું હતું તથા સૌરાષ્ટ્ર-કચ્છના બંધોમાં પાણીનો પૂરતો જથ્થો જળવાઈ રહે એ માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.
- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment