Skip to main content

ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર સાથે જોડવા નિર્ણય

ડ્રાઈવિંગ લાઈસન્સને પણ હવે આધાર સાથે લિન્ક કરાશે
(મા ન્યુઝ : ગુરુવાર , 8 ફેબ્રુઆરી)
હાલ ભારતમાં આધાર કાર્ડને લઈને ખાસી એવી જાગૃતિ આવી છે , ત્યારે આધાર કાર્ડને હવે દરેક ક્ષેત્રમાં એક સચોટ પુરાવા તરીકે મુકાવા સરકાર કટિબદ્ધ બની છે, હવે સરકારે ડ્રાઈવિંગ લાયસન્સને પણ આધાર સાથે જોડવાનો નિર્ણય લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ઘણી જગ્યાએ નકલી આધાર કાર્ડ બનાવનું કૌભાંડ પણ પ્રકાશ માં આવ્યા કરે છે ત્યારે સરકાર આ મુદ્દે કડક કાર્યવાહી કરે એ દેશ ની સુરક્ષા માટે પણ અનિવાર્ય બન્યું છે.

કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સને આધારા સાથે લિન્ક કરવાની કામગીરી શરૂ કરી છે. તેનાથી બનાવટી લાઈસન્સની સમસ્યાનો અંત આવી જશે. બધા રાજ્યોને આવરી લે તેવા સોફ્ટવેર આ માટે તૈયાર કરાઈ રહ્યો છે.
માર્ગ સુરક્ષા અંગે સુપ્રીમ કોર્ટે રચેલી સમિતિએ બુધવારે ન્યાયમૂર્તિ મદન બી. લોકુર અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની બેન્ચને આ અંગેની જાણ કરી હતી. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કે.એસ. રાધાકૃષ્ણન આ સમિતિના વડા છે.

આધાર યોજના અંગેની પિટિશનની સુનાવણી હાથ ધરતાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળની બેન્ચને સુપરત કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે બનાવટી લાઈસન્સ અંગે માર્ગ પરિવહન મંત્રાલયના સંયુક્ત સચિવે કહ્યું છે કે નેશનલ ઈન્ફર્મેશન સેન્ટર (એનઆઈસી) હવે સારથી-4 તૈયાર કરે છે. આ સોફટવેરને પગલે બધા જ લાઈસન્સ આધાર સાથે લિન્ક થઈ જશે. સોફટવેર બધા જ રાજ્યોને આવરી લેશે. તેનાથી દેશમાં ગમે ત્યાં નકલી કે ડુપ્લીકેટ લાઈસન્સ શક્ય નહીં બને.

Video : કચ્છની બહોળો ફેલાવો ધરાવતી મા ન્યુઝ ચેનલ જોવા માટે જુઓ 24 x 7 video

- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
https://youtu.be/waijxaD_bo4

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,

*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*


Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv