Skip to main content

અબડાસા નાં સીધીક ની હત્યા થઈ તેજ તળાવમાં સ્કોર્પિયો મળી

સીધીક ની સ્કોર્પિયો આખરે માવજી તળાવમાંથી મળી

ભુજ માંડવી માર્ગ પર આવેલા માવજી તળાવમાંથી આજે અગાઉ તેના અપહરણ ના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કાર બહાર કાઢવામાં આવી હતી.અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.જાણવા મળતી વિગતો અનુસાર ગત તા.18/9/2017ના માવજી તલાવડી માંથી  મૃતદેહ મળી આવ્યો હતો.

18 .9.2017 નાં મા ન્યુઝ માં સીધીકની હત્યાનાં આવેલ સમાચાર માટે જુઓ વિડિઓ .

જે અબડાસા તાલુકાના રામપર -
 અબળા ગામના સિંધિક પઢીયાર નો હોવાનું ખુલવા પામ્યું હતું.આ ઘટનામાં અકસ્માત મૃત્યુ ની નોંધ માનકુવા પોલીસ સ્ટેશને થયા બાદ અપહરણનો ગુનો નોંધાયો હતો.આ સમગ્ર ઘટનામાં હતભાગીના વિચેરા લેવામાં આવ્યા હતા.અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.તેનો રિપોર્ટ હજુ આવ્યો નથી.આ રિપોર્ટ આવ્યા બાદ તેની મોત અકસ્માતે થઈ છે કે હત્યા કરવામાં આવી છે.

તેની સમગ્ર માહિતી ખુલવા પામશે.આ બનાવ અંગે એલસીબીના અધિકારીએસ.જે રાણાનો સમ્પર્ક સાધતા જણાવ્યું હતું કે જે તે વખતે માવજી તલાવડીમાં પાણીનું સ્તર વધુ હોવાથી ગાડી કાઢવી અશક્ય હતી.આજે પાણી ઓછું થતા એલસીબી તેમજ માનકુવા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.અને સ્કોર્પિયો ગાડીને બહાર કાઢવામાં આવી હતી.હાલ આ કેસમાં આ ગાડી હતભાગી સિંધિક ની હોવાનું જાણવા મળેલ છે.


- *મા આશાપુરા ન્યુઝ* , 24 x 7 live news channel

ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv