Skip to main content

You Never Know : ચિત્ર વાટે વહ્યાં વિચારો

યુ નેવર નો : 2500 વર્ષ પહેલાંની ગાથા 2017માં

Kaushik sharing his thoughts through his paintings.....

સત્ય શાશ્વત હોય છે , 2500 વર્ષ પહેલાં બુદ્ધ ભગવાને કરેલી ગાથા 5000 વર્ષ પહેલાં કૃષ્ણ દ્વારા યુદ્ધ મેદાનમાં અર્જુનને માધ્યમ બનાવીને કહેવાઈ ગઈ હતી , તો આ જ ઉપદેશ 27 સપ્ટેમ્બર1893 માં  સ્વામી વિવેકાનંદ પોતાની વાત શિકાગોમાં કરી હતી , અને આવા જ વિચારો ઓશો રજનીશે 1990 સુધી સતત કહેતાં રહ્યા હતા. અને 2017 અને મહીનો પણ વિવેકાનંદ શિકાગોમાં બોલ્યા હતા એ જ , હા સપ્ટેમ્બર 2017માં પ્રકાશિત થયેલ પુસ્તકનાં લેખક અને ચિત્રકાર ડૉ. કૌશિક શાહ પણ એ જ વિચારો મૂક્યા છે ,

આમ સત્ય અવિરત છે , પણ જો કોઈ પુસ્તક કે જેમાં ચિત્ર (પેઈન્ટિંગ) સાથે વિચારો અને એવા વિચારો કે વાંચતા જ કોઈ પણ વ્યક્તિ વિચારવા માટે "મજબૂર" બની જાય ( અહીં મજબૂર શબ્દ પ્રયોગ કર્યો છે , વ્યક્તિ વિચારવા લાગી જાય એમ પણ લખી શક્યો હોત , )  એટલે આ પુસ્તક વિશે લખવાનો વિચાર બે કારણે આવ્યો , એક કારણ એનું ટાઇટલ અને બીજું કારણ આ પુસ્તકમાં રહેલા પેઇન્ટિંગ .

પુસ્તક નું ટાઇટલ છે " (યુ નેવર નો)  " આમ જોવા જઈએ તો શીર્ષક માં જ ડૉ. કૌશિક શાહે સાહસ કરી દીધું છે , કોઈ એમ કહે કે " તમે નહીં જાણતા હો " તો એક તબક્કે આપણે સામે વાળો વ્યક્તિ અભિમાની લાગે , પણ જ્યારે ધીમે ધીમે એ વ્યક્તિ ને ઓળખવા લાગીયે તો લાગશે કે ના એ અભિમાની નથી , પણ કંઈક એણે એવું જોઈ લીધું છે, મહેસુસ કરી લીધું છે , કંઈક એવો વિચાર નો તારો એક તણખાં ની જેમ એનાં માનસ પટ ઉપર ઝબકારો મારી ગયો હશે , અને ત્યારે જ એ હિમ્મત અને સાહસ કરીને લખી શકતો હશે કે " યુ નેવર નો " . એટલે એક કારણ પુસ્તકનું શીર્ષક .


આ પુસ્તક વિશે લખવાનું બીજું કારણ એનાં ચિત્ર , કોઈ એક જ વિષય ને લઈને 90 પાનાં સુધી વાચક ને પુસ્તક પકડી ને જકડી રાખવા મજબૂર કરવા એ જ સફળતા છે , સિદ્ધિ છે. માત્ર શબ્દો ની રમત કે માયાજાળ નહીં પણ ગહનતા અને ઊંડાઈ કે જેમાં સહેજે ડૂબકી મારવાનું મન થાય , જેને તરતાં નથી આવડતું એ પણ " ય હોમ " કરીને ભૂસ્સાકો મારી દેવાનું સાહસ કરી લે એવા ચિત્ર અને એને લઈને બાજુનાં પેજમાં મુકાયેલા વિચારો વાચક ને અલૌકિકતાનો અનુભવ કરાવી જાય છે .

ભગવાન બુદ્ધ ના જ ચિત્ર , હા માત્રને માત્ર બુદ્ધ અને એ જ્યારે પાનું પલટાવીએ કે બુદ્ધની બીજી તસ્વીર , બીજો જ ભાવ તાદ્રશ્ય થાય , એક પાનાં ઉપર ક્રોધની વાત છે તો બુદ્ધનાં એ પેઈન્ટીંગ ને જોતાં જ લાગે કે હા આમાં ક્રોધની વાત હશે , બુદ્ધ તો કરુણા અને શાંતિનું પ્રતિક પણ જ્યારે ચિત્રમાં લાલ રંગ નો ઉપયોગ કરીને ચિત્રકાર કૌશિક શાહે કમાલ કરી છે.

પુસ્તકનું બીજું અને ત્રીજું પાનું કોરું છે , આમ કોરું નથી પણ આમ જોવા જઈએ તો કોઈ જ પેઈન્ટીંગ કે વિચાર નથી , છતાં પૂરું પુસ્તક વાંચીને ફરી જયારે એ 2જુ અને 3જુ પાનું ઉઘાડીએ ત્યારે એમાં કંઈક જોવાય છે, કંઈક વંચાય છે , આમ પણ કવિની ભાષામાં વાત કરીએ તો સાચી કવિતા શબ્દોમાં નહીં પણ બે શબ્દોનાં ખાલીપામાં રહેલી હોય છે , તો પુસ્તકનું અંતિમ પાનું 92મુ પણ કોરું છે , ખાલી છે .

લાગે છે શરીરની વાઢ કાપ કરીને ડૉ. કૌશિક શાહને પણ બુદ્ધની જેમ માનસ પટ ઉપર વિચાર અંકુરિત થયો હશે કે આમાં વ્યક્તિ છે ક્યાં ? ક્યાં છે આ સૂતેલા શરીર , આ ચિયારેલાં શરીરમાં એ ભાગતો , દોડતો માણસ ? કોણ દોડે છે ? કોણ મહત્વકાંક્ષા લઈને આમતેમ ભાગે છે અને પછી થાકે છે ... ખબર નહીં પણ કંઈક આવું જ થયું હશે , અને એટલેજ પુસ્તકનાં 91માં પાને તેઓ લખે છે " ગાઢ અંધકારની રાત્રી એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતા એ માનવીની કમનસીબી છે . અજ્ઞાની માણસ ક્યારે વિશ્વમાં પ્રકાશદીપ ફેલાવી શકતો નથી .... લોખંડનાં ખીલાને પાણીમાં મુકો તો ડૂબી જાય છે.પરંતુ જહાજ સાથે એનો સંબંધ બંધાતા એ તરતો થઈ જાય છે."




ડૉ. કૌશિક શાહને ચોક્કસ જહાજ મળી ગયું છે , એ પછી બુદ્ધ હોય, સાધ્વી શ્રી શીલાપીજી મહારાજ સાહેબ હોય , કે માતા પિતા હોય ,પત્ની કિંજલ શાહ હોય , કે કોઈ પૂર્વ જન્મનું કોઈ ભાથું હોય , જે હોય એ પણ જહાજ વગર લોખંડનો ખીલો ડૂબી જ જાય..

આ પુસ્તક મને આજે 17.જાન્યુઆરી 2018 ના મળ્યું ( મારી આળસ નાં કારણે થોડું મોડું મળ્યું ) પણ જેવું ઉઘાડયું કે એક જ બેઠેકે વાંચી લીધું અને પછી પોતે પત્રકાર , કવિ , સાહિત્ય પ્રેમી અને વાચક એટલે થયું લાવ મને મળ્યું એ બીજાને પણ વહેંચુ ..

મિત્રો આ પુસ્તકને લઈને ટૂંક જ સમયમાં ડૉ .કૌશિક શાહનો ઇન્ટરવ્યૂ લેવાનો વિચાર પણ પ્રબળ બન્યો છે , ત્યારે એ મોકો મળશે તો ટીવી અને સોશ્યલ મીડિયામાં આપની સમક્ષ મુકીશ , ત્યાં સુધી આપને " યુ નેવર નો " હાથ લાગે તો ચૂકશો નહીં.


- જામ જયમલસિંહ એ.બી.જાડેજા

- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com

Comments

Post a Comment

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv