Skip to main content

Posts

તા. 3-11-18 થી અકરી થર્મલ પાવર સ્ટેશન ના સુરક્ષા ગાર્ડ હડતાલ પર, જાણો શું છે હડતાળનું કારણ..

નાની છેર જૂથ ગ્રામ પંચાયત પ્રોજેક્ટ સામે આકરા પાણી માં.. પ્રોજેક્ટ ના અધિકારીઓ દ્વારા ઉડાઉ જવાબ.. લખપત તાલુકા ના સરહદી વિસ્તારમાં આવેલ અકરી થર્મલ પાવર સ્ટેસન ના સુરક્ષા ગાર્ડ હડતાલ પર ઉતર્યા છે. અહી એક વાત સમજાતી નથી કે જી એમ ડી સી ના પાનધ્રો, ઉમરસર, છેર પ્રોજેક્ટ ના સુરક્ષા ગાર્ડ ને વારંવાર હડતાલ કરવી પડે છે. પી.એફ., વેતન અને બીજા મુદા પૂરંતુ કોઈ નિકાલ આવતો કેમ નથી?  વારંવાર હડતાલ જ કરવી પડે છે. શું લખપત ની પ્રજા ને કોઈ પણ માંગ માટે હડતાલ જ કરવી પડશે? ગઈકાલ થી અકરી થર્મલ પાવર પ્રોજેક્ટ ના સુરક્ષા ગાર્ડ એ હડતાલ કરી છે પણ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. અહેવાલ અને તસવીર - હિતેશ જોશી લખપત Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગૌશાળા ...

કચ્‍છના પશુધન માટે ગુડઝ ટ્રેન મારફતે પ્રથમ રેકથી જાણો કેટલા લાખ કિલો ઘાસ કચ્છ આવ્યું..

કચ્છમાં અછતની જાહેરાત તો થઇ પરંતુ મોટી માત્રામા ઘાસનો જથ્થો કચ્છ ન આવતો હોવાની ફરીયાદ દરેક અછતગ્રસ્ત વિસ્તારમાંથી ઉઠતી હતી કેમકે ટ્રક મારફતે જથ્થો વલસાડથી કચ્છ આવતો હોવાથી મોટી માત્રામા એક સાથે કચ્છના પશુઓની સંખ્યા મુજબ જથ્થો કચ્છ પહોચતો ન હતો. તેમાં આજે રેલ્વે રેક મારફતે કચ્છમાં પ્રથમ વખત ઘાસનો ૪.૫૦ લાખ કિલો જથ્થો પહોચ્યો હતો. આમતો બે મહિના પહેલા આ અંગે સ્થાનીક કલેકટર દ્વારા સરકારમા દરખાસ્ત કરાઇ હતી અને દહાણુ વલસાડથી કચ્છ ટ્રેન મારફતે જથ્થો આવે તેવી માંગ કરાઇ હતી જે અંતે પુર્ણ થઇ હતી અને આજે સવારે જથ્થો ભુજ રેલ્વે સ્ટેશન આવી પહોચ્યો હતો અને ટ્રકમાં જથ્થો લોડ કરી કચ્છના અલગ અલગ વિસ્તારોમાં રવાનો કરવાની કાર્યાવાહી કરાઇ હતી. સવારે ટ્રેન મારફતે આવેલા જથ્થા અંગે અધિકારીઓ સાથે સમિક્ષા કરવા આવેલા કલેકટર રેમ્યા મોહને કહ્યુ હતુ કે ટ્રેન મારફતે એક સાથે આટલો જથ્થો આવવાથી રાહત કામગીરી ઝડપી બનશે. વલસાડથી કુલ 1 કરોડ કિલો ધાસનો જથ્થો આવવાનો છે તે પૈકી આજે ટ્રેન મારફતે 4.50 લાખ કિ.લો ઘાસનો જથ્થો આવ્યો છે અને દિવાળી પહેલા આવી વધુ બે રેક આવે તેવા પ્રયાસો વહીવટી તંત્રના છે. દિવાળી પહેલા જથ...

નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના કોન્સટેબલ પર થયો જીવલેણ હુમલો..

નારાયણ સરોવર પોલીસ સ્ટેશન થી મળતી માહિતી અનુસાર ના.સ. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ કરણભાઈ નટવરલાલ ચાંગેચા પર લાલાભાઇ ઉર્ફે લલીતભાઈ મોતીભાઈ એ તલવાર વડે હુમલો કરતા ઘાયલ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ ને મળેલી ફરિયાદ અનુસાર અપનાનગર કોલોની વિસ્તારમાં લાલાભાઇ ઉર્ફે લલીતભાઈ મોતીભાઈ એક રહેણાક મકાનમાં પોતાની પ્રેમિકા સાથે ઝઘડો કરતો હોય સ્થાનિકો ને પરેશાની થતાં તેમણે રજૂઆતો કરી તેમ છતાં લલીતભાઈ રહેવાસીઓને વધુ પરેશાન કરતો હતો જે સંદર્ભે  પોલીસ સ્ટાફ સાથે મહિલા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો સ્થાનિકે જઈ એ ઘર નો દરવાજો ખખડાવતા હુમલાખોર લલીતભાઈ એ તલવાર વડે હુમલો કરતાં  કોન્સટેબલ કરણભાઈને તલવાર હાથના ભાગે વાગતા ઇજાગ્રસ્ત ને પ્રાથમિક સારવાર માટે પાનધ્રો સ્થિત જી.ઈ.બી. હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર માટે ભુજ ની જી.કે. જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ ગાંધીધામ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોર અને તેની પ્રેમિકા વિરુદ્ધ ગુન્હો નોંધી ને બંને ની અટક કરી છે. અહેવાલ અને તસવીર - હિતેશ જોશી લખપત Android App - maa news YouTube - maa news ...

આદિપુરમાં ધોળા દિવસે ફાયરિંગ કરી ને ATM માંથી 25 લાખની લૂંટ..

આજે ભરબપોરે આદિપુર માં થયેલી ઘટના એ સૌના હોંશ ઉડાવી દીધા છે. આજે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં આદિપુરના વિનય સિનેમા નજીક આવેલા એકસીસ બેન્કના ATMમાં પૈસા ભરવા માટે કેસવેન આવી હતી પરંતુ જેવા તેઓ પૈસા નાખવાનું કામ શરૂ કરે તે પહેલા જ એક કારમાં અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ફાયરિંગ કરી અંદાજિત 25 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આદિપુરના ભરચક કહી શકાય એવા વિસ્તારમાં ફાયરિંગ સાથે લૂંટની ઘટના થી વેપારીઓમાં ગભરાહટ જોવા મળી રહી છે. બનાવની જાણ થતાં આદિપુર પોલીસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત મહત્વની તમામ બ્રાન્ચના અધિકારી અને DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓને ઇજાઓ પહોચી છે અને તે સારવાર માટે ખસેડાયા છે જ્યારે કારમાં આવેલા અજાણ્યા શખ્સોને શોધવા માટે પોલીસે નાકાબંધી સહિત આદિપુર ગાંધીધામના મહત્વના રોડ પરના સી.સી.ટી.વી. તપાસણી શરૂ કરી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com What...

રાધનપુર - ના.સરોવરની ST બસ માથી દારૂ પકડાયું...

લખપત તાલુકાનાં નારાયણ સરોવરથી ST બસમાં રાધનપુરથી લઈ અવાતો દારૂ પકડી પડાયો છે.. ગઈ કાલે(તા. 23-10-2018) સાંજે નારાયણ સરોવર પોલિસ જ્યારે ટ્રાફિક ડ્રાઇવમાં વાહનોની ચેકિંગ હાથ ધરી રહી હતી ત્યારે સક્કના આધારે સાંજે 6.30 કલાકે રાધનપુર થી નારાયણ સરોવર આવતી એસટી બસની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. બસ ચેક કરતાં ડ્રાઈવરની કેબિનમાંથી 21 નંગ દારૂની બોટલ મળી આવેલ છે. ડ્રાઈવર(શિંધવ ગગજીભાઈ દાનુભાઈ) રહે. રાધનપુરની પોલીસે અટકાયત કરી છે.. તેમજ દારૂની બોટલ પણ કબ્જે કરવામાં આવી છે.. નારાયણ સરોવર PSI ધર્મેન્દ્રસિંહ જાલા, મોગજીભાઈ સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.. અહેવાલ & તસવીર - હિતેશ જોશી(લખપત) Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125  કીમી ટ્રેનિંગ  , 2500  રૂપિયા. (Lady Instructor for Lady Stu...

છસરા ગામમાં ચૂંટણીની અદાવતમાં છ જણા ના કમકમાટી ભર્યા મોત.

છસરા ગામમાં ચૂંટણીની અદાવતમાં છ જણા ના કમકમાટી ભર્યા મોત. મુન્દ્રા તાલુકાનાં છસરા ગામમાં મુસ્લિમ અને આહીર સમાજના બે જૂથો વચ્ચે અથાણામણમાં ચેતન નારણ ચાવડા ઉ.વ 30, ભારત મ્યાજર ચાવડા ઉ.વ  27 ,મંગલ મ્યાજર ચાવડા ઉ.વ 25 , ભાર્ગવ પંચા ચાવડા ઉ.વ 19 , આદમ અબ્દુલ્લા બોલિયાં ઉ.વ 70, આબિદ આરબ બોલિયાં ઉ.વ 25 ના મોત થયા છે. 23-10-2018 ના મોડી રાત્રે ગામના મહિલા સરપચના પુત્ર આબિદ આરબ અને સસરા આમદ અબ્દુલ્લા કુંભાર સહિતનાઓના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે તેમજ ઘાયલ થયેલા માથી એક વ્યક્તિની હાલત ખુબજ ગંભીર છે. સાંસદની ગ્રાન્ટ માથી બનેલી સમાજ વાડી અને પાણી ના અવડા માં પાણીના  કનેક્શન આપવા મુદે છેલ્લા કેટલાક સમયથી ઊભા થયેલા વિવાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સમયનું મનદુખ કારણભૂત મનાય છે ગામમાં પુરપાટ બાઇક ચલાવવાના મુદે થયેલી બોલાચાલી આ બનાવનું નિમિત બન્યું. અથાણામણ માં એક જુથ ના લોકો ફોર વ્હીલર ગાડી સામા વાડાના ઘરમાં ઘુસાડી દીધી જેના કારણે અંદર રહેલા કોઈ જ બચી ન શક્યા. બનાવની જાણ થતાં પોલીસ સરહદ રેન્જના વડા ડી.બી. વાઘેલા જિલ્લા પોલીસ અધિક્ષક એમ. એસ . ભરાડા. એલ.સી.બી. એસ.ઑ.જી. સહિતનો પોલીસ કા...

આજે કચ્છમાં સ્વાઇન ફ્લૂના બે કેસ પોઝિટિવ આવતા તંત્ર ફરી હરકતમાં..

આજ રોજ આરોગ્ય વિભાગ તરફ થી મળેલ માહિતી અનુસાર કચ્છમાં સ્વાઇન ફ્લૂના બે કેસ પોઝિટિવ આવતા તંત્ર ફરી દોડતું થયું છે. આજે એટલે કે તા. 16-10-2018 ના એક 62 વર્ષીય પુરુષ અને એક 24 વર્ષીય મહિલા ના કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમને સારવાર માટે ભુજ ની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લૂના આ બે પોઝિટિવ કેસ સાથે જાન્યુઆરી 2018 થી આજ સુધી કુલ 18 કેસો પોઝિટિવ આવી ચૂક્યા છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગૌશાળા : દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર   , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર : 20 રૂપિયામાં 20 લીટર