Skip to main content

Posts

આદિપુરમાં ધોળા દિવસે ફાયરિંગ કરી ને ATM માંથી 25 લાખની લૂંટ..

આજે ભરબપોરે આદિપુર માં થયેલી ઘટના એ સૌના હોંશ ઉડાવી દીધા છે. આજે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં આદિપુરના વિનય સિનેમા નજીક આવેલા એકસીસ બેન્કના ATMમાં પૈસા ભરવા માટે કેસવેન આવી હતી પરંતુ જેવા તેઓ પૈસા નાખવાનું કામ શરૂ કરે તે પહેલા જ એક કારમાં અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ફાયરિંગ કરી અંદાજિત 25 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આદિપુરના ભરચક કહી શકાય એવા વિસ્તારમાં ફાયરિંગ સાથે લૂંટની ઘટના થી વેપારીઓમાં ગભરાહટ જોવા મળી રહી છે. બનાવની જાણ થતાં આદિપુર પોલીસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત મહત્વની તમામ બ્રાન્ચના અધિકારી અને DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓને ઇજાઓ પહોચી છે અને તે સારવાર માટે ખસેડાયા છે જ્યારે કારમાં આવેલા અજાણ્યા શખ્સોને શોધવા માટે પોલીસે નાકાબંધી સહિત આદિપુર ગાંધીધામના મહત્વના રોડ પરના સી.સી.ટી.વી. તપાસણી શરૂ કરી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com What...

રાધનપુર - ના.સરોવરની ST બસ માથી દારૂ પકડાયું...

લખપત તાલુકાનાં નારાયણ સરોવરથી ST બસમાં રાધનપુરથી લઈ અવાતો દારૂ પકડી પડાયો છે.. ગઈ કાલે(તા. 23-10-2018) સાંજે નારાયણ સરોવર પોલિસ જ્યારે ટ્રાફિક ડ્રાઇવમાં વાહનોની ચેકિંગ હાથ ધરી રહી હતી ત્યારે સક્કના આધારે સાંજે 6.30 કલાકે રાધનપુર થી નારાયણ સરોવર આવતી એસટી બસની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. બસ ચેક કરતાં ડ્રાઈવરની કેબિનમાંથી 21 નંગ દારૂની બોટલ મળી આવેલ છે. ડ્રાઈવર(શિંધવ ગગજીભાઈ દાનુભાઈ) રહે. રાધનપુરની પોલીસે અટકાયત કરી છે.. તેમજ દારૂની બોટલ પણ કબ્જે કરવામાં આવી છે.. નારાયણ સરોવર PSI ધર્મેન્દ્રસિંહ જાલા, મોગજીભાઈ સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.. અહેવાલ & તસવીર - હિતેશ જોશી(લખપત) Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125  કીમી ટ્રેનિંગ  , 2500  રૂપિયા. (Lady Instructor for Lady Stu...

છસરા ગામમાં ચૂંટણીની અદાવતમાં છ જણા ના કમકમાટી ભર્યા મોત.

છસરા ગામમાં ચૂંટણીની અદાવતમાં છ જણા ના કમકમાટી ભર્યા મોત. મુન્દ્રા તાલુકાનાં છસરા ગામમાં મુસ્લિમ અને આહીર સમાજના બે જૂથો વચ્ચે અથાણામણમાં ચેતન નારણ ચાવડા ઉ.વ 30, ભારત મ્યાજર ચાવડા ઉ.વ  27 ,મંગલ મ્યાજર ચાવડા ઉ.વ 25 , ભાર્ગવ પંચા ચાવડા ઉ.વ 19 , આદમ અબ્દુલ્લા બોલિયાં ઉ.વ 70, આબિદ આરબ બોલિયાં ઉ.વ 25 ના મોત થયા છે. 23-10-2018 ના મોડી રાત્રે ગામના મહિલા સરપચના પુત્ર આબિદ આરબ અને સસરા આમદ અબ્દુલ્લા કુંભાર સહિતનાઓના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે તેમજ ઘાયલ થયેલા માથી એક વ્યક્તિની હાલત ખુબજ ગંભીર છે. સાંસદની ગ્રાન્ટ માથી બનેલી સમાજ વાડી અને પાણી ના અવડા માં પાણીના  કનેક્શન આપવા મુદે છેલ્લા કેટલાક સમયથી ઊભા થયેલા વિવાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સમયનું મનદુખ કારણભૂત મનાય છે ગામમાં પુરપાટ બાઇક ચલાવવાના મુદે થયેલી બોલાચાલી આ બનાવનું નિમિત બન્યું. અથાણામણ માં એક જુથ ના લોકો ફોર વ્હીલર ગાડી સામા વાડાના ઘરમાં ઘુસાડી દીધી જેના કારણે અંદર રહેલા કોઈ જ બચી ન શક્યા. બનાવની જાણ થતાં પોલીસ સરહદ રેન્જના વડા ડી.બી. વાઘેલા જિલ્લા પોલીસ અધિક્ષક એમ. એસ . ભરાડા. એલ.સી.બી. એસ.ઑ.જી. સહિતનો પોલીસ કા...

આજે કચ્છમાં સ્વાઇન ફ્લૂના બે કેસ પોઝિટિવ આવતા તંત્ર ફરી હરકતમાં..

આજ રોજ આરોગ્ય વિભાગ તરફ થી મળેલ માહિતી અનુસાર કચ્છમાં સ્વાઇન ફ્લૂના બે કેસ પોઝિટિવ આવતા તંત્ર ફરી દોડતું થયું છે. આજે એટલે કે તા. 16-10-2018 ના એક 62 વર્ષીય પુરુષ અને એક 24 વર્ષીય મહિલા ના કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમને સારવાર માટે ભુજ ની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લૂના આ બે પોઝિટિવ કેસ સાથે જાન્યુઆરી 2018 થી આજ સુધી કુલ 18 કેસો પોઝિટિવ આવી ચૂક્યા છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગૌશાળા : દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર   , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર : 20 રૂપિયામાં 20 લીટર

ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગુજરાત રાજ્યના મંત્રી મંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંદર્ભે યુ.પી.ના સી.એમ. યોગી ને મળ્યા..

કચ્છના પનોતા પુત્ર અને હાલ જ્યારે કચ્છ માં અછત ની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે કચ્છની વહારે આવેલા અને કચ્છના પશુધન માટે માતબર રકમ ની દાન ની સરવાણી વહાવનાર તેમજ સતત પ્રજાકીય પશ્નો સાંભડી ને પ્રશ્નો ને વાચા આપવા તત્પર એવા માંડવી મુંદ્રા મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને આમંત્રણ પાઠવવા યોગી આદિત્યનાથ ના નિવાસ સ્થાને ગયેલ હતા. આ મુલાકાત પાછળનું મુખ્ય કારણ એ હતું કે આગામી તારીખ ૩૧ ઓક્ટોબર ના રોજ ગુજરાત માં બનનાર સ્ટેચ્યુ ઑફ યુનિટી-સરદાર પટેલ ના ભવ્ય સ્મારક ને ખુલ્લુ મૂકવામાં આવશે જેનું આમંત્રણ પાઠવવા માટે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુન્દ્રા માંડવી ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ખાસ મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ ની આ પ્રતિમા કે જેને સ્ટેચ્યું ઓફ યુનિટી નામ અપાયું છે તે વિશ્વમાં સૌથી વધુ ઊચાઇ ધરાવતી પ્રતિમા છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsin...

ભુજના ભક્તિનગર માંથી ૭.૧૬ લાખના દાગીનાની ચોરી..

પોલીસ ચોપડે થી મળતી માહિતી અનુસાર અને ફરિયાદી રવજી સોમાભાઈ રબારી ના જણાવ્યા અનુસાર ભુજ માંથી કોઈ અજાણ્યા ઇસમો તા. ૧૨-૧૦-૨૦૧૮ ના રોજ બપોર ના ૧૨.૩૦ થી ૩.૦૦ વાગ્યા ના અરસામાં સોનાનો મોટો હાર-ચાર તોલા, સોનાનો નાનો હાર-બે તોલા, કાનમાં પહેરવાના નાગલા-૧જોડી, સોનાની શેર બૂટિયા-૧ જોડ, સોનાના માદરિયા-નંગ ૩ અને છ તોલા, સોનાની હાથમાં પહેરવાની પોંચી-૧.૫ તોલા, સોનાની ચેન નંગ-૨ અને ૩.૫ તોલા, સોનાની વીંટી નંગ-૩ અને એક તોલા, સોનાની કોલી નંગ-૪ અને હુમ નંગ-૩ અને ૧ તોલા, ચાંદીના પાટા પગમાં પહેરવાના ૨ જોડી- ૫૦૦ ગ્રામ, ચાંદીના કંડલા જોડી ૨- કિલો ૧ અને ચાંદીનો કરજોડો નંગ-૧ મળી ને કુલ રૂ. ૭,૧૬,૦૦૦ ની દાગીના ની ચોરી થયેલ છે. આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.. અહેવાલ -કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિ...

નખત્રાણા પાસે આવેલ એક કોમ્પ્લેક્ષમાં પરિણીતા પર થયો સામૂહિક દુષ્કર્મ..

પ્રાપ્ત વિગતો અનુસાર મોટી વિરાણી ખાતે રહેતી 40 વર્ષીય પરિણીતા પર વંગ તા. નખત્રાણા ખાતે રહેતો મોહન ઉમરા આહીર નામનો શખ્સ અને તેની સાથે ના તેના ચાર સાગરીતો એ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. પરિણીતા ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 10મી ઓક્ટોબરની રાત્રે પોણા નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા દરમિયાન તેની સાથે મોહન આહીર અને તેના સાગરિતોએ દુષ્કર્મ આચર્યું હતું. મોહને પીડિતાને તેની સફેદ રંગની સ્વિફ્ટ કારમાં ઘરે મુકી આવવાનું તેમજ માતાના મઢમાં જવાનું જણાવી પરિણીતાને પોતાની કારમાં બેસાડી એસ્સાર પેટ્રોલ પંપ સામે આવેલા કોમ્પ્લેક્સની એક ઑફિસમાં લઈ ગયો હતો. જ્યાં તેણે પરિણીતા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ તેણે તેના ચાર સાગરિતોને ફોન કરી બોલાવ્યાં હતા. આ સાગરિતો એક મોટર સાયકલ પર આવ્યા હતા અને તેમણે ઑફિસનું શટર બંધ કરી પીડિતાને ગોંધી દઈ તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે 3 દિવસ બાદ મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોધાઈ છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live ...