Skip to main content

Posts

મુન્દ્રા પોર્ટ પરથી DRI એ કરોડોની કિંમતનુ પ્રતિબંધીત ચંદન ઝડપ્યુ..

DRI ની ટીમે સેલ્ફ શીલીંગ ગોડાઉનમાં રેઈડ કરીને શંકાસ્પદ કન્ટેનરની તપાસ કરતા તેમાંથી રક્તચંદનનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમીક તપાસમાં મોરબીની સાનિયો સીરામીક પેઢીનુ આ સેલ્ફ શીલીંગ ગોડાઉન હોવાનુ સામે આવ્યુ છે. DRI એ જથ્થો સીઝ કરવા સાથે કન્ટેનરને અટકાવ્યુ છે. તસ્વીર માત્ર પ્રતીકાત્મક આંતરરાષ્ટ્રીય બજારમાં આ ચંદનની કિંમત કરોડો રૂપીયા આંકવામાં આવી છે. આ જથ્થો વિયેતનામ મોકલાવાઇ રહ્યો હતો તેવું જાણવા મળે છે. આ ઘટના ને પગલે DRI દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વધુ વિગતો તપાસ બાદ બહાર આવશે.. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લ...

ભુજ LCB એ ભુજ માંથી ૨૧,૩૦૦ નો આંકડાનો જુગાર પકડી પાડ્યો..

જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભુજ LCB ની ટીમ દ્વારા ક્વોલીટી કેસ કરવામાં આવ્યો છે. ઘણા સમય થી સરપટ નાકા વિસ્તારમાં આંકડાના જુગાર ની ફરિયાદો કરવામાં આવતી હતી ત્યારે આજે સાંજે LCB ટીમે સરપટ નાકા વિસ્તારમાં રેઈડ કરતા ત્યાં મમુભા નામનો આરોપી આંકડાનો જુગાર રમાડી રહ્યો હતો જેને પકડી પાડીને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર

મલેશિયા જવાની લાલચમાં માંડવીના યુવકો ઠગાયા : લાગ્યો ૩૧ લાખનો ચૂનો..

વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને બે શખ્સોએ ૩૧ લાખની ઠગાઈ આચરતા આ સમગ્ર મામલો પોલીસ દ્વારે પહોંચ્યો છે. માંડવીમાં ગોકુલવાસમાં રહેતા દિનેશભાઈ દેવજીભાઈ મુછડીયાએ અગાઉ અરજી કરી હતી. પરંતુ યોગ્ય તપાસ ન થતા કોર્ટમાં ઘા નખાઈ હતી. અંતે કોર્ટના હુકમથી માંડવી પોલીસે આજે ફોજદારી ફરીયાદ નોંધી છે. ફરીયાદીના જણાવ્યા પ્રમાણે ૨૦ માર્ચના સોશ્યલ મિડિયામાં એક નંબર પર ફોન કર્યો ત્યારે સુર્યા પ્રભુ નામના ઠગે ફોન ઉપાડયો હતો અને તેણે જણાવ્યું હતું કે, કુવૈતમાં જવું હોય તો પાસપોર્ટની કોપી, ફોટો, બાયોડેટા ઈમેલ કરો અને તેના બેન્ક એકાઉન્ડમાં ૧૫ હજાર રૃપિયા જમા કરાવો. દિનેશ આ વાત તેના અન્ય ત્રણ મિત્રોને કરતા તમામ લોકો કુવૈત જવા તૈયાર થઈ ગયા હતા. સુર્યા પ્રભુ સુરેન્દ્રભા રહે. તામિલનાડુના ખાતામાં રૃપિયા જમા કરાવાયા હતા. તેમજ ૧૨ એપ્રિલ બાદ તમામને ઓફર લેટર અને કુવૈત જવાનો વિઝા ઈમેલ આવી ગયો હતો. એટલું જ નહિં ૨૩ જુન ૨૦૧૭ના દિલ્હીની એપોલો હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપની તારીખ ફિક્સ થઈ હોવાની જાણકારી આપવામાં આવી હતી. કુવૈતના નામે સૃથાનિક રહેવાસીઓ ફસાઈ ગયા હતા. સુર્યાએ દિનેશને જણાવ્યું હતું કે, મલેશીયા ઝિયાન્ટ શોપિંગ સે...

રાજ્યમાં સોમવારે આવી પહોંચશે મેઘ સવારી, દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી..

રાજ્યમાં વરસાદ માટે રાહ જોતા લોકો માટે ખુશીના સમાચાર છે. સોમવારથી દક્ષિણ ગુજરાત, દમણ અને દાદારા-નગર હવેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના અમુક વિસ્તારો, સૌરાષ્ટ્ર અને દીવમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની આગાહી છે. જો કે હજુ કચ્છના લોકોને વરસાદ માટે થોડી વધુ રાહ જોવી પડશે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વધારે વરસાદની આગાહી છે. તો આગામી દિવસોમાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે, જેથી અમદાવાદવાસીઓને ગરમીમાંથી રાહત નહીં મળે. સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાત પહોંચી જાય છે પરંતુ આ વર્ષે મોડું છે. રાજ્યના મહેસૂલ વિભાગના મતે, ઘણા વર્ષો બાદ ચોમાસું આટલું લંબાયું છે. 2015 અને 2017માં જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં ચોમાસું બેસી ગયું હતું. જ્યારે 2016માં 21 જૂનથી વરસાદની શરૂઆત થઈ હતી. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@g...

રાપરમા આચરાયેલા જમીન વિકાસ નિગમના અધિકારીઓના કરોડોના ભ્રષ્ટાચારના કૌભાંડ મામલે ACB એ આજે એકની ધરપકડ કરી..

જમીન વિકાસ નિગમના અધિકારી અને કર્મચારીઓના ભષ્ટ્રાચારને લઇને બહુ ચર્ચિત કૌભાંડમા સ્થાનીક ACB એ રાપરમા પ્રકાશમા આવેલ બોગસ ખેત તલાવડી કૌભાંડમા ધરપકડનો દોર શરુ કર્યો છે. આજ થી ૩ માસ અગાઉ 21-03-2018 ના આ બાબતે ગાંધીધામ ACB એ રાપર જમીન વિકાસના બે કર્મચારી અને એક કોન્ટ્રાકટર સહિત ત્રણ શખ્સો સામે રૂપીયા ૧.૭૯ લાખના ભષ્ટ્રાચારની ફરીયાદ નોંધી હતી. જો કે ત્યાર બાદ તો આખા કિસ્સા પછી જમીન વિકાસ નિગમના અધિકારીઓનુ કરોડોના ભ્રષ્ટાચારનુ કૌભાંડ ખુલ્યુ હતુ. હવે રાપરમા આચરાયેલા કૌભાંડ મામલે ACB એ ધરપકડનો દોર શરૂ કર્યો છે અને ACB પોલિસ ઇન્સપેક્ટર ગાંધીધામ પી. વી. પરગડુએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે માર્ચ મહિનામા નોંધાયેલી ફરીયાદ મામલે આજે રાપર ભીમાસરના રામજી સુરા સોલંકીની ધરપકડ કરી છે અને તેની તપાસ બાદ સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરી છે. જેમા જમીન વિકાસ નિગમના ફરાર બે કર્મચારી સહિતના સામેલ અન્ય શખ્સોની સંડોવણી સહિતની દિશામાં ACB તપાસ કરશે. સાથે શક્યતા એવી પણ છે કે ACB ની તપાસમા ભષ્ટ્રાચારનો આંકડો વધે તેવી શક્યતા છે. આ સમગ્ર કિસ્સાની ફરીયાદ મુજબ આરોપીઓએ માત્ર કાગળ પર ખેત તલાવડી ઓ દર્શાવી પૈસા ચાંઉ કર...

આજે વિશ્વ યોગ દિન નિમિતે નારાયણ સરોવર તેમજ ભુજ ખાતે સીમા સુરક્ષા દળ દ્વારા ઉજવણી કરાઈ..

કચ્છનું સુપ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર પણ આજે યોગમય બની ગયું હતું અને નારાયણ સરોવર તીર્થધામ ખાતે આજે આંતરરાષ્ટ્રીય યોગદિન ની ઊજવણી કરવામાં આવી હતી. સુરક્ષા દળ ના જવાનો, નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ સહિત સૌએ આ યોગ દિન ની ઊજવણી માં ભાગ લીધો હતો. મંદિર પરિસર માં મોટી સંખ્યામાં લોકોએ યોગ કરીને આ દિનની ઉજવણી કરી હતી. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે ભુજ શહેર ના બીએસએફ કેમ્પ ખાતે પણ યોગ દિન ની ઊજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દીન ની સીમા સુરક્ષા દળ ના જવાનો દ્વારા ઊજવણી કરવામાં આવી હતી અને તેઓ પણ આ યોગ દિનની ઊજવણી માં ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉજવણી માં બીએસએફ, એરફોર્સ, પોલીસ જવાનો સહિત તમામ સુરક્ષા દળ ના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. ...

કચ્છની કેસર કેરીને આ વર્ષે નડ્યું પવનનું નુકશાન, તેજ પવન ને લીધે ઉદ્પાદનમાં ઘટાડો..

કચ્છની પ્રખ્યાત કેસર કેરી ની માંગ દિન પ્રતિદિન વધી રહી છે. પરંતુ પવનની તેજ ગતિ ના કારણે આ વર્ષે ઉત્પાદન માં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ભુજ થી અંદાજીત 15 કિમી. દૂર આવેલા રેલડી ફાટક પાસે આવેલી વાડી ના માલિક જોશનાબેન હેમંતભાઈ ભુડિયા ના જણાવ્યા અનુસાર, કચ્છની પ્રખ્યાત કેસર કેરી ની બજાર માં ઘણી માંગ છે. ખાસ કરીને, કચ્છની કેસર કેરીની વિશિષ્ટતા એ છે કે, કચ્છના મોટા ભાગ ના ખેડુતો કેરીનું ઉત્પાદન ઓર્ગેનિક રીતે કરે છે અને ઓર્ગેનિક ખેતીને વધુ મહત્વ આપે છે. ઉપરાંત કચ્છની કેરી એ કુદરતી રીતે જ ઉગાડવામાં આવે છે. તેમાં કોઈ કેમિકલ્સ નું મિશ્રણ કરવામાં આવતું નથી અને જ્યાં સુધી કેરી પાકે નહિ ત્યાં સુધી તેને ઝાડ પરથી તોડવામાં આવતી નથી તેથી કચ્છની કેરી મીઠી અને મધુર અને સ્વાદપ્રિય હોય છે. પરંતુ આ વખતે પવનની તેજ ગતિ ના કારણે ઉત્પાદન માં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કેરી ના ઉત્પાદન માં 20 થી 25 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને કારણે ખેડૂતોને પણ આર્થિક ફટકો ભોગવવાનો વારો આવ્યો છે. પરંતુ આ અંગે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય ની જાહેરાત કરવામાં આવી નથી. કચ્છની કેસર કેરી એ કચ્છમાં ત...