🖋 આજે પણ યુવતીઓને "વર્જિનિટી પરીક્ષણ" આપવું પડે છે.
(મા ન્યુઝ , 23 જાન્યુઆરી,9:49) - "હવે સમય બદલાયો છે, મહિલાઓ પણ પુરુષ સમોવડી છે , યુવક કે યુવતી વચ્ચે કોઈ ભેદ નથી." આ તમામ શબ્દોનો છેદ પુણે નાં પીપીરી ગામે ઉડી ગયો છે , આ ગામમાં આજે પણ યુવતીઓને લગ્નની રાતે પોતે કુંવારી છે એ માટે "વર્જિનીટી પરિક્ષણ " આપવું પડે છે.
પુણેનાં પીપરી ગામનાં ભટનગર ખાતે રવિવારે લગ્ન હતા , તે દરમિયાન કંજારભાટ યુવાનો કે જેઓ એક જાગૃતિ માટે એક વોટ્સએપ ગ્રુપ ચલાવે છે , આ ગ્રુપનાં સભ્યો યુવતીઓના વર્જિનીટી પરિક્ષણ સામે અવાજ ઉઠાવ્યો છે , ત્યારે રવિવારે આ વોટ્સએપ ગ્રુપનાં સભ્યો લગ્ન દરમિયાન ત્યાં ગયા ત્યારે આ સમુદાયના આશરે ૪૦ જેટલાં લોકોનાં ટોળાંએ કંજારભાટ ગ્રુપનાં યુવાનોને માર માર્યો હતો.
વોટ્સએપ ગ્રુપથી જાગૃતિ ફેલાવતાં આ સભ્યો “Stop the V-ritual” અભિયાન ચલાવે છે,આ યુવાનો જાતિ પંચાયત સામે લગ્નની પ્રથમ રાતે વધુઓનાં કુંવારા હોવાનાં પરિક્ષણ સામે આવજ ઉઠાવ્યો છે , રવિવારે એક જૂથ દ્વારા તેમને માર મારવામાં આવતાં પ્રશાંત અંકુર નામનાં ૨૫ વર્ષિય યરવડા ભાટ નગરનાં નિવાસીએ પીપરી પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવતા ગામમાં સુરક્ષાદળ મૂકી દેવામાં આવ્યું છે.
૨૦૧૮ માં પણ સ્ત્રીઓને ને આ સ્થિતિ માંથી પસાર થવું પડતું હોય તો હજુ આપણે માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ ભેદ નથી એની માત્ર વાતો જ કરીએ છીએ.
- *મા આશાપુરા ન્યુઝ* ,ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
Comments
Post a Comment